________________
શતક ર૦ મું : ઉદ્દેશક-૩ આત્મિક સુખ એટલે શું?
મેઘના અવાજને સાંભળીને મયૂરનું, પાણીથી ભરેલા તળાવને જોઈ તૃષાતુર માનવનું, માવડીના અવાજને સાંભળીને બાળકનું હૃદય આનંદ વિભેર થયા વિના રહેતું નથી, તે પ્રમાણે અનંત સંસારમાં અનંતગાર કર્મરાજાને પેટ ભરીને માર ખાધા પછી, વિરહ વેદના ભેગવ્યા પછી રોગ -શેકસંતાપ-આધિ-વ્યાધિમાં તરફડયા પછી, કેઈક સમયે જીવાત્માને આવા વિચારે જરૂર આવે છે કે ઘણાઓ માટે સારું કરવા છતાં પણ મારે માર કેમ ખા પડે છે? પુત્ર પરિવાર માટે બધુંય કરી ચૂક્યો છું, છતાં સંસારમાં કેઈ કેઈનું કેમ થતું નથી? ત્યારે શું અત્યાર સુધી હું જે માનતે હવે તે સાચું છે કે સત્ય તત્ત્વ બીજુ કંઈ જુદુ જ છે? મારૂં માનેલું યાદ સાચું હોય તે આધિ વ્યાધિ અને વિયેગાદિ દુઃખ મને શા માટે ભેગવવા પડે છે? તેથી મારું માનેલું સાચું નથી પણ સંસારમાં સુખી થવા માટે સત્યતત્વ કંઈક જુદું જ લાગે છે. આવા વિચાર આવતાં જ ભૂખ્યો માણસ જેમ ભેજનને, તરસ્ય માણસ પાણીને અને ઠંડીથી ગુજતે માણસ વસ્ત્રને શોધે છે, તેમ તે ભાગ્યશાળી પણ સત્યતત્વને ગતવાને માટે કમર કસીને તૈયાર થશે. ત્યાર પછી પંચમહાવ્રતધારી, સંસારના જીવમાત્રના પરમમિત્ર, દયાના સાગર, અપરાધીઓના અપરાધને માફ કરનારા મુનિરાજના ચરણમાં આવીને સત્યતત્ત્વ મેળવવાને માટે નમ્રાતિનમ્ર બનીને તેમનાં ચરણોની સેવા કરશે.