________________
પ૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કર્મવશ બનીને ગમે તેની સાથે કર્કશ શબ્દો બોલીને લેવાદેવા વગરનું શાબ્દિક્યુદ્ધ રમવાની આદત આ જીવાત્માને પડેલી છે. દેવ દુર્લભ માનવને અવતાર મેળવીને આત્મામાં પડેલી તે બેટી આદતને સુધારવા માટે જ સૌથી પ્રથમ પ્રયત્ન કરે જોઈતું હતું, પણ અહંકાર સંજ્ઞાના પાપે ક્રોધ આવ્યા વિના રહેતું નથી અને ન પહોંચાય ત્યાં શાબ્દિક ઝઘડાઓના બૃહમાં ગોઠવાઈ માણસ આર્તધ્યાનને માલિક બને છે તથા અને પિતાનું અધઃપતન પિતાના હાથે જ નેતરી લે છે.
આ અવસર્પિણી કાળના છેલ્લા તીર્થકર શ્રી મહાવીરસ્વામીની વાણુ ઉત્તરાધ્યયન સૂત્રમાં સંગ્રહાયેલી છે. તે સૂત્ર કહે છે કે “શબ્દ કલહ, જીભા જોડી, દંતકુલેશ મહા પાપ છે, માટે તેને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરજે, કારણકે “નવરો સ્ત્રીનારા:” શબ્દોના ઝઘડા, દાંતને કુલેશ, લક્ષ્મીને નાશ કરનાર છે, જેનાથી ચક્રવર્તિઓના માટલાનું પાણી પણ સુકાઈ જાય છે તે પછી ઓછા પુણ્યવાલા તમારા અમારા માટે શું કહેવાનું હોય! (૩) રુહ પ્રેમ સાદ કમ યુદ્ધ છઠ્ઠઃ (ભગ. પ૭૩)
પ્રેમ અને હાસ્ય-મશ્કરી કુતૂહલ, આદિથી ઉત્પન્ન થયેલ કલહ પણ જીવનમાં યુદ્ધનું કારણ બને છે. માણસનું જીવન સ્વાર્થોધ હોવાથી પોતાના પ્રેમપાત્ર વ્યક્તિ પાસેથી જ્યારે અમુક સ્વાર્થ નથી સધાતે ત્યારે પ્રેમમાંથી કલહ ઉત્પન્ન થયા વિના રહેતું નથી, જે પિતાનાં વ્યક્તિત્વને ખારો ઝેર બનાવી દે છે. હાસ્ય-મશ્કરી આદિથી ઉત્પન્ન થતાં કલહ આપણી નજરે જ જોઈ રહ્યાં છીએ, વૃદ્ધો પણ કહે છે કે “રેગનું મૂળ ખાંસી અને કલેશનું મૂળ હાંસી”