________________
'પ૯૩
શતક ૨૦ મું ઉદ્દેશક-૨ ( ४ ) महता शब्देनान्योन्य समञ्जस भाषण कलहः
(ભગ ૫૭૨) પોતાના વ્યક્તિગત દ્વેષ-સ્વાર્થ કે અભિનિવેશ (કદાગ્રહ)ને વશ થઈ, સમાજમાં, ટોળામાં, મંડળમાં, સંઘની મિટિંગમાં કે બીજી કઈ સંસ્થાની બેઠકમાં, આપસી વેરઝેરને એકવા માટે મોટે મોટેથી બરાડા પાડવા, તેફાને કરવા, સમાજ કે શાસનના સારા અને પવિત્ર કાર્યોના ઠરાવ પાસ ન થવા દેવા. અસમંજસ કે અસભ્યભાષા વ્યવહાર કરે અને આખી મિટિંગને બગાડી દેવી તેમાં કલહ કરવાની પિતાની ભવભવાં તરની પાપવાસના જ મુખ્ય કામ કરી રહી હોય છે. જે પાપ છે મહાપાપ છે.
દ્રવ્યપાપે કરતાં ભાવપાપ એટલા માટે મહાભયંકર છે કે તે આખાએ સમાજમાં ફેલાઈ જતાં હજારે નિર્દોષ માનવોની જીભ અને કાન પાપથી ખરડાઈ જાય છે, માટે કહેવાયું છે કે “પાપ કરવાવાળા કરતાં પાપને પ્રકાશિત કરનારા અને તેમાં સહાયભૂત થનારા ક્રોધ, માન, માયા, લેભ, આદિ તેર પાપના માલિકે વધારે પાપી બને છે. કેમકે હિંસા, જૂઠ, ચેરી, મૈથુન કે પરિગ્રહના પાપ સેવકને પોતાનાં પાપને ખ્યાલ આવતા જ તેને પ્રતિકાર (આલેથના) માટે ગુરુ સમક્ષ તપ આદિને દંડ લઈને છુટકારો મેળવી શકે છે. પરંતુ ક્રોધીને કોધને, અહંકારીને પિતાના મદને, માયાવીને માયાને, લેભાંધને લેભને ખ્યાલ આવ બહુ જ મુશ્કેલ હેય છે. પરસ્ત્રીના રાગીને “હું આ બહુ જ ખરાબ કામ કરી રહ્યો છું” આ ખ્યાલ આવ્યો હોય કે દ્વેષી માણસને પિતાના હૈયામાં ભડકે બળતા શ્રેષને ખ્યાલ આવતું હોય તેનું