________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૨
૫૮૩ કરે તે ધર્મ છે અને માયાનું સેવન અધર્મ છે–પાપ છે. કેમકે માયાના સેવનથી આત્મપરિણામમાં શુદ્ધિ આવતી નથી. પરિણામે સૌની સાથે ખાસ કરીને પિતાના જાત ભાઈ, સાધમિક ભાઈ આદિની સાથે વિસંવાદ એટલે કષાય-ફલેશ, વૈર-વિધ કરાવીને જીવન બરબાદ કરાવનાર આ પાપ છે. આત્માના અધ્યવસાયમાં છલ, પ્રપંચ, મૃષાવાદાદિને પેદા કરાવનાર નિકૃતિ અર્થાત્ પોતાના સહવાસમાં રહેનારા માતા, પિતા, ભાઈ, ભાભી, બહેન, જાતિબંધુ, ઉપરાંત વિદ્યાગુરુ, ધર્મગુરુ આદિ સાથે માયા ચરણનું સેવન કરાવનાર આ “માયા” મહાપાપ છે. જેનાથી બધાય પુણ્ય કર્મોની સમાપ્તિ થાય છે અને આ લેકમાં તથા આવનારા લેકમાં અશુભતમ પાપ કર્મોનું બંધન થાય છે. આવી રીતનું માયાચરણ જે અનુષ્કાને માં, તપમાં, સ્વાધ્યાયમાં, જાપમાં કે ગમે તેવા પવિત્રમાં પવિત્ર કાર્યોમાં હોય તે તે બધાએ કર્મો તેના નિષ્ફળ જાય છે. આ કારણે જ ત્રિશલા પુત્ર મહાવીરસ્વામીજીએ કહ્યું કે, માયાને ત્યાગ જ ધર્મ છે.
(૧૧) રોમ વિવેદ્ વ -લેભને ત્યાગ કરે તે ધર્મ છે અને પરિગ્રહ સંસામાં મસ્તાન બનીને લેભાં થયેલે માનવ અધમી છે, લેભ અધર્મ છે. - રાક્ષસના સહવાસમાં જેમ કોઈ પણ સુખી બનતે નથી તેમ પુત્રલેભ, દ્રવ્યલેભ, સ્ત્રીભ, યશ અને કીર્તિલેભ, વસ્ત્ર પરિધાનલેભ, શરીર શણગારલેભ આદિ ગમે તે પ્રકારના લેભના સહવાસમાં કઈ પણ આત્મા પવિત્ર અને સુખી બની શક્તો નથી. હજારો મણ સાબુથી શરીર પણ પવિત્ર થતું નથી તે પછી લેભના સહવાસમાં આત્મા શી રીતે પવિત્ર બનશે? માટે શરીરની ગમે તેટલી શુદ્ધિમાં આત્માની શુદ્ધિની