________________
શતક ૨૦ મું: ઉદ્દેશક-૨
૫૮૭ “કઈ કેઈને નથી રે કઈ કઈને નથી..” પણ કાજલની ડબીમાં ભરેલા કાજલની જેમ અમુક સાથે સ્નેહરાગ, અમુક સાથે કામરાગ અને અમુક સાથે દષ્ટિરાગ ભારેભાર ભરેલ હોય છે, તેવી રીતે “તારી મારી પ્રીત જેમ ચંદાને ચકેર....” પણ તે જ સમયે ગજવામાં રહેલી તીજોરીની ચાવી પર હાથ હેય તે? મંદિરના ભંડારમાં પાંચ પૈસાથી વધારે ન પડે તે ખ્યાલ હોય તે? ત્રણે રાગમાંથી એકાદ રાગને પણ મેમ્બર સામે (ચૈત્યવંદન સમયે) જેવાઈ જાય તે?
(૧૩) રોવિવેકું વા:-વિવેકપૂર્વક દ્વેષને ત્યાગ કરે ધર્મ છે અને દ્વેષ સ્વયં પાપ જ છે જે રાગને લંગોટિયે મિત્ર છે. માટે આમંત્રણ આપ્યા વિના શ્રેષની હાજરી પ્રકારાંતરે પણ આત્મામાં અવશ્ય હોય છે. હવે આપણે આ પાપને જુદી જુદી રીતે જાણીએ.. (૧) પોઝીતિ જાળ: (આવ. ૮૪૮)
અહી અપ્રીતિને અર્થ “અનભિલષણીયતા છે. જેનાથી અણગમતા શબ્દ–રસ-ગંધ અને સ્પર્શ પ્રત્યે અનભિલષણયતા એટલે જે શબ્દો સાંભળવાથી, રસાસ્વાદ કરવાથી, ગંધથી, સ્પર્શથી માણસના નાકને ટેરે વાતે વાતે ચડી જાય, જીભમાં કડવાસ આવે, આંખોમાં ધૃણ આવે આ બધા ખેલ તમાશા કે નખરા શ્રેષના સમજવા. અન્યથા પોતાના સ્વાર્થ પૂરતી અમુક વાત સાંભળી કે પોતાની પ્રશંસા પર્વતની વાત સાંભળી ત્યાં સુધી સાંભળનારની આંખમાં ચમક-પ્રસન્નતા અને રાગ સંપન્નતા પ્રત્યક્ષ દેખાઈ જાય છે અને પછીથી બીજી વાત અથવા પોતાના ગરજ વિનાની વાત સાંભળતા જ તેના નાકનું ટેરવું શા માટે ચડે છે? સંભળાવનારતે તેને તે છે ત્યારે સાંભળનારના જીવનમાં