________________
શતક ૨૦ મું: ઉદ્દેશક-૨
પ૭૯ (८) कोह विवेगेइ वा जाव मिच्छादसण सल्ल विवेगेईवाःકોઈને વિવેક કર યાવતુ માન, માયા, લાભ, રોગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશૂન્ય, પરંપરિવાદરતિ, અરતિ, માયા મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ ભાવ પાપને વિવેક એટલે ત્યાગ કર તે ધર્માસ્તિકાય અર્થાત્ ધર્મને પર્યાય છે, માટે ભાવપાપને ત્યાગ જ ધર્મ છે.
ક્રોધને ત્યાગ શી રીતે કરવું ?
વિવેકાત્યાગ)ને બીજો અર્થ પૃથકકરણ છે, માટે ક્રોધ કરતી સમયે વિચાર કરે કે ક્રોધ કરવાથી લાભ થશે કે હાનિ ? લાભ કદાચ થાય તે તે ચિરસ્થાયી છે કે ક્ષણસ્થાયી? ચિરસ્થાયી લાભ પણ આત્માને માટે કે વ્યવહારને માટે ? આત્માને માટે હોય તે તે સદ્ગતિદાયક છે કે દુર્ગતિદાયક? યદિ સદ્ગતિદાયક હોય તે તે એક ભવને માટે છે કે પરંપરાના ભને માટે ? યદિ આ ભવ પૂરત જ લાભ હોય તે લાખના બાર હજાર કરવાં જેવું થશે કેમકે સંસારમાં આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ કે ગિષ્ટ, મહાગિષ્ટ માણસ જેટલે દુઃખી નથી તેના કરતા હજારો લાખો ગુણ વધારે ક્રોધાન્ય માણસ દુઃખી છે. અને જેને એક ભવ બગડશે તેના પરંપરાના ભાવે શી રીતે સુધરશે ? માટે ક્રોધ એ પાપ છે, મહાપાપ છે, ચંડાલ સમે છે અને તેને વિવેકપૂર્વક વિચાર કરી ત્યાગ કર તે ધર્મ છે.
માનવના જીવનમાં અહંકારની માત્રાનું જોર વધારે હેય છે અને ક્રોધ તથા અહંકાર લંગેટીયા મિત્રે છે કેમકે ક્રોધની ઉત્પતિ પ્રાયઃ કરી ગર્વ, અહંકાર, માન તથા પ્રદને અધીન છે.