________________
૫૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ક્રોધને ત્યાગવા માટેના કારણે
માણસના જીવનમાં ધર્મભાવ હોય, કેવળજ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા હોય, તે નીચેના ઉપાયને ખ્યાલ રાખીને ક્રોધ છોડી દેવા માટે જ સૌથી પહેલા ટ્રેનિંગ લેવી. કદાચ તારા મનમાં એમ હોય કે સામેવાળે માણસ મને ગાળો ભાંડે છે, નિંદા કરે છે, અપમાન કરે છે તે મારાથી શી રીતે સહન થાય? આવી સ્થિતિમાં વિચારવું કે સામેવાળે જે રીતે મને ગાળો આદિ ભાડે છે તે વાતે (મેટર) સાચી છે કે ખોટી? યદિ સાચી હોય અને મારામાં ગુપ્ત કે અગુપ્ત દોષ છે તે સામેવાળા ઉપર રેષ કરવાથી મને શું ફાયદો? યદિ જૂઠી હોય તે વિચારવાનું કે તે બિચારે પિતાના આત્માને, મનને, બુદ્ધિને મલિન કરી મારા પ્રત્યે લડી રહ્યો છે, તે દયા પાત્ર જેવા આના પર મારે શા માટે રોષ કરે?
ક્રોધ ત્યાગવા માટે જ્યાં સુધી સાધક કોધમાં રહેલા ગુણદોષને નિર્ણય સત્યસ્વરૂપે ન કરે ત્યાં સુધી ક્રોધ છેડી શકાતો નથી. કાળા નાગના મોઢામાં અમૃત, સૂર્યમાં શીતલતા, બરફમાં ઉષ્ણુતા કેઈ કાળે હોતી નથી, તેવી રીતે ક્રોધમાં એકેય ગુણ કેઈએ જે નથી, જેવા નથી અને જેવાશે નહીં, માટે ક્રોધ દોષાને સાગર છે. જેમકે કેધને ઉદય થતા જ માણસના રેમે રેમમાં ઠેષભાવની પ્રાદુભૂતિ થાય છે, મિત્રે પણ શત્રુ બને છે, ડગલે પગલે અપમાન થતું રહે છે, પિતાની જ બોલેલી ભાષા અને પ્રતિજ્ઞાઓ પણ સ્મૃતિમાં રહેતી નથી, મતિ ભ્રશ થાય છે, એટલે કે ક્રોધી માણસને પોતાની સત્તાને પણ ખ્યાલ રહેતા નથી તે પછી બીજાને આપેલા વચનેની યાદ શી રીતે રહેશે ? તથા કોધ અને વ્રતનું પાલન