________________
પ૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મેન શકિઃ યત્ર વતંતે જ પ્રાણાતિતઃ | આ પ્રાણની સંખ્યા દશની છે જેની વિદ્યમાનતાથી જ “પ્રાણી” કહેવાય છે. પથર, રેલગાડી, પ્લેન આદિને પ્રાણીના નામથી કઈ પણ ઓળખતા નથી. તેમના સંબોધન પણ કરતા નથી કેમકે તેમને પ્રાણ છે જ નહીં. જ્યારે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીને પ્રાણ અવશ્ય હોય છે માટે તેમને પ્રાણી કહીએ છીએ. શ્વાસોશ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે તે જીવ છે, અન્યાન્ય પર્યાયમાં સતત ગમન કરે તે આત્મા છે. પ્રાણે દશ પ્રકારના છે: ૫ ઈન્દ્રિય, ૩ યેગ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણમાંથી કઈ પણ એકાદને કે બધાને હાનિ પહોંચાડવાને ભાવ રાખવે અથવા તે માટેની ક્રિયા કરવી તે પ્રાણાતિપાત છે. જે છોડ્યા વિના ચારિત્રી (સર્વવિરતિવંત) બની શકતું નથી.
સ્વ કે પર શાસ્ત્રોના ઘાત વિનાની પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ કે વાયુ સચેતન હોવાથી પ્રાણી છે અને સ્પર્શેન્દ્રિય, શરીર, ધાધાસ તથા આયુષ્ય નામના ચાર પ્રાણ છે. અળસીયા, વાસી રોટલી-રોટલા, ખીચડી આદિમાં થનારા બેઈન્દ્રિય જીને રસનેન્દ્રિય અને વાયેગા મળીને છ પ્રાણ છે, તેઈન્દ્રિય જીને ૭ પ્રાણ છે, ચતુરિન્દ્રિય જીવને ૮ પ્રાણ છે, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ૯ પ્રાણ છે તથા સંજ્ઞી મનુષ્યને પાંચ ઇન્દ્રિય, ત્રણે યુગે, ધાસેશ્વાસ અને આયુષ્ય નામના દશે પ્રાણે છે. સારાંશ કે ફળ, પાણી, વાયુ, વિજળી, ગુલાબ-મેગરા આદિના ફૂલે, ભૂંડ, સસલા, હરણ, ગાય,બળદ, વાનર, ઘેટા, મેર, દેડકા, કાચબા, નાના મોટા માછલા, સર્પ, વિંછુ, કીડી, મંકેડી, માંકડ, જૂ, લીખ આદિ બધાએ પ્રાણી છે માટે કઈ પણ પ્રાણીને તેના પ્રાણોથી વિગ કરે, કરાવે અને અનુદ તથા કોઈની આંખ,