________________
૪૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
"
વ્યાપાર, ભાષા કે તેાલ માપમાંથી જૂઠાપણું સવ થા કાઢી નાખીશ. આખરે તે માણસના પેટમાં બે રાટલા અને પહેરવાના એ કપડાં ઉપરાંત સૂવા-બેસવા કે મરવા માટે પણ ગા હાથની જમીન સિવાય બીજું કંઇ પણ કામે આવતુ નથી. તીજોરીમાં ગમે તેટલી સેાનામહેાર હેાય તે તેનું રાઇતું ’ કદિ બન્યું નથી અને નેટાની ચટણી ખાવામાં કામે આવતી નથી એમ સમજીને ભગવત પાસે “સ્થૂલ અદતાદાન વિરમણ વ્રત” લઈને પેાતાના જીવનને ઘણા પાપામાંથી મુક્ત કર્યું. (૪) મૈથુન વિરમણ :
અનત ભવાની રખડપટ્ટીમાં આ જીવાત્માએ અનંત જીવેા સાથેના વિલાસેા માણી લીધા છે. જેના ખતરનાક કુસંસ્કારો આત્મપ્રદેશના અણુઅણુમાં પડેલા હોવાથી મિદરાપાનના નશાવાળા માણસ જેમ બેઠા બેઠા ડોલ્યા કરે છે, તેમ આ ભાઈને પણ જેમ જેમ કુસંસ્કારોના ઉદય થાય છે તેમ તેમ મેહુકમના નશે! વધતા જાય છે, તે સમયે માતા-પિતા –મિત્ર છેવટે હિત શિક્ષા દેનારા ગુરુ દેવને પણ સાંભળવા માંગતા નથી.
ગૃહસ્થાશ્રમ જીવનમાં ચારે બાજુથી આવનારા ઢગલા અધ પાપાના મૂળમાં આ મૈથુનપાપ રહેલુ છે, જેનાથી તેના જીવનમાં, જીભમાં, મનમાં ફેરફાર થતા સથા કંટ્રોલ આઉટ થઈને સ'સારની સ્ટેજ પર બેફામ થઈને ફરતા હેાય છે. ન કલ્પી શકાય તે પ્રમાણે તેની આંખના ઈશારા, ખેલવાની ચાલાકી કે હાથ પગની ચેષ્ટાઓ જોવા જેવી થઈ જાય છે. કામદેવની નિશાળમાં ભરતી થયેલા આવા ભાગ્યશાળીએ ઉપર જરા તીખી અને ઝીણી નજર કરીને તેમને તેમે જોશે તા · કામદેવની નિશાળના ભવાડા (કૌભાંડ) તમને પ્રત્યક્ષ જોવા મળશે.