________________
પપર - શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પડતાં એક દિવસે સત્તામાંથી પણ સંજ્ઞા જશે અને જ્ઞાનની ચરમ સીમાને પ્રાપ્ત કરશે.
લેશ્યા નિવૃતિ છ પ્રકારની છે. કેવળ સિદ્ધાત્મા જ વેશ્યા વિનાના છે.
દષ્ટિ નિર્વતિના ત્રણ પ્રકાર છે, અનાદિકાળથી કે પતન પામીને એકેન્દ્રિયાવતારમાં રહેલા અનંતાનંત જીવે મિથ્યા દષ્ટિ હોય છે, અને જ્યાં સુધી તે અવતારમાં રહેશે ત્યાં સુધી સમ્યગદષ્ટિની પ્રાપ્તિ નથી. જ્યારે બીજા ને તારતમ્ય ભાવથી ત્રણે દષ્ટિ હોય છે. જ્ઞાન નિવૃતિ કેટલા પ્રકારે છે?
આભિનિબોધિક (મતિ) શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન રૂપે જ્ઞાન નિવૃતિ પાંચ પ્રકારે જાણવી. અહીં જે જ્ઞાન નિર્વાતિ કહી છે તે સમ્યજ્ઞાન સંબંધી જાણવી. જેની સમ્યગ્દર્શનની હયાતી દરમિયાન જ સંભાવના હોય છે. એટલે કે ક્ષાપશમિક દર્શનમાં ક્ષાપશમિક જ્ઞાન હોય છે. જેનાં કારણે જીવાત્મામાં એક બીજાની વિરૂદ્ધ કર્મ પ્રકૃતિઓને ઉદય નકારી શકાતું નથી. માટે મતિજ્ઞાન અને મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદય કાળમાં યદિ મતિજ્ઞાનમાં સ્થિરતા આવશે અથવા સ્વાધ્યાય બળ કેળવીને સંસારની માયાને ગૌણ કરશે તે તેનું મતિજ્ઞાનાવરણીય અશક્ત બનશે, જેથી જીવનું ઉત્થાન થવામાં વાંધો નથી આવતું. અન્યથા મતિજ્ઞાનાવરણીય કર્મના ઝપાટામાં મતિજ્ઞાન ફસાઈ ગયું તે જીવાત્માને પતનમાર્ગ નિશ્ચિત છે. આ પ્રમાણે બીજા જ્ઞાને માટે પણ ઘટાવી લેવું.