________________
૫૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ધર્મને વાસ્તવિક મર્મ સમજવામાં ન આવ્યું હોય ત્યાં સુધી માનવના જીવનમાં અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, રાગ અને દ્વેષ નામના કર્મફલેશે ભડકે બળતા હોવાથી શાંતિ, સુખ અને સમાધિ સર્વથા વાઈ જાય છે. ફળ સ્વરૂપે દેશ, સમાજ અને સંપ્રદાયના અભિનેતાના હદય ટૂંકા બને છે અને ધર્મની આડમાં પશુ હત્યા, શરાબપાન, ભાંગ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, જૂઠ, પ્રપંચ આદિ ગંદા તત્વની ઉત્પત્તિ તથા વૃદ્ધિ થાય છે અને માનવ, માનવના ખોળીયામાં પશલ્ય બનીને સૌની સાથે વૈર-વિરોધવાળે અને સંસારને ખારો ઝેર બનાવવામાં ભાગીદાર બને છે.
આંખ ઉપર પાટા બાંધેલા માનવને પિતાની પડખે, ઉંચે નીચે યાવત્ શરીર પર રહેલા જુદા જુદા વસ્ત્રોના રંગને નિર્ણય કરવો અશક્ય છે, તેવી રીતે અજ્ઞાન(જ્ઞાનાવરણીય)ને વશ થયેલા આત્માને પણ સમ્યગુજ્ઞાન તરફ દુર્લક્ષ્ય હોવાથી કેઈપણ વસ્તુને બીજા પ્રકારે નિર્ણય કરવામાં તે શક્તિસમ્પન્ન હેતે નથી, તેથી વિપરીત સાંશયિક, ભ્રમિત જ્ઞાનના પૂર્વગ્રહથી અંધ બનેલા માનવનું મતિજ્ઞાન અવિકસિત જ રહેવા પામે છે સમ્યગદર્શનને પ્રકાશ પ્રાપ્ત કર્યા પછી જ્ઞાનાવરણીય કર્મના પુદ્ગલમાં શિથિલ્ય આવે છે જેથી એક જ પદાર્થને જુદા પર્યાયથી જાણીને જ્ઞાનને વિકાસ સાધે છે.
જે ધર્મની આરાધના કરીને માનવ પિતાનું કલ્યાણ ઈચ્છે તે ધર્મને સર્વાગી રીતે જાણ્યા પછી જ કષાની તાકાત ઓછી થાય છે. પરિણામે તે સાધક શબ્દોના જાલામાંથી બહાર આવીને અર્થની વિચારણા કરવા માટે ઉત્સાહિત થાય છે.
હવે આપણે ભગવતી સૂત્રના અનુસારે “ધર્મ'ના વાચક