________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૨
પ૭૧ આ કાકાશ ત્રણ ભાગમાં વિભક્ત છે. અલેક, તિર્યંચ લેક અને ઉર્વક. આ ચાલુ પ્રશ્ન અધલક પૂરતું હોવાથી ગૌતમ સ્વામી પૂછે છે કે, હે પ્રભે! અલેક, ધર્માસ્તિકાયના કેટલા ભાગને વ્યાપ્ત કરીને રહે છે? ભગવંતે કહ્યું કે ધર્માસ્તિકાયના અર્ધાથી કંઈક વધારે ભાગને અવગાહીને અધોલેક રહે છે.
સિદ્ધશિલા, લેકાકાશના અસંખ્યાતમા ભાગને વ્યાપ્ત કરીને રહી છે એટલે કે લેકાકાશના સંખ્યાતમા ભાગને કે સર્વલેકાકાશને વ્યાપ્ત કરીને સિદ્ધશિલા રહી નથી. પાંચે દ્રવ્યોના પર્યાયનામે કેટકેટલા છે?
એક જ વસ્તુના અર્થને જુદા જુદા શબ્દોથી જાણવાની ઈચ્છા પ્રત્યેક માનવને થાય છે, કેમકે જુદા જુદા પર્યાયેથી અર્થને જાણ્યું હોય તે જ્ઞાનની વૃદ્ધિનું કારણ બને છે. જૈન શાસનનું ‘નિક્ષેપા” પ્રકરણ જ આ વાતની સાક્ષી આપે છે કે એક જ વ્યક્તિને યથાર્થરૂપે જાણવા માટે નામ સ્થાપના દ્રવ્ય અને ભાવની જુદી જુદી અપેક્ષાઓ છે, જે સાર્થક છે. જેના માધ્યમથી જિજ્ઞાસુને ચારે તરફનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ચાલુ પ્રશ્નમાં પણ ગૌતમસ્વામીજીના દયાપૂર્ણ માનસની ઝાંખી થયા વિના રહેતી નથી. પોતે લગભગ કૃતકૃત્ય છે તે પણ જનમાનસને જ્ઞાનની અત્યુત્તમ પ્રભાવના કરવાની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને પૂછે છે કે હે પ્રભે! ધર્મતત્ત્વના પર્યાયવાચક શબ્દો કેટલા છે? ' જવાબમાં દયાના સાગર, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ! ધર્મતત્વને સ્પષ્ટ કરનારા અનેક શબ્દો છે જેનાથી ધર્મની વાસ્થતા સ્પષ્ટ રૂપે જાણી શકાય છે.