________________
. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તેમ તેમ અનિવાર્યરૂપે ક્રિયાઓ કરવા છતાં પણ તેઓ કોઈ પણ જીવને કે પ્રાણેને હણવાની ઈચ્છાવાળા હોતા નથી. ક્રોધ, માન, માયા, લેભ, ભય, હાસ્યથી જૂઠ પણ બોલતા નથી. ન દીધેલું તૃણ માત્ર પણ લેતાં નથી. બ્રહ્મસ્થાનથી મનનું ચાંચલ્ય વધે તેવાં મૈથુન કર્મના સર્વ ત્યાગી હોય છે. મૂછજનક પરિગ્રહને અભાવ છે, કારણ હોય કે ન હોય તે પણ ક્રોધ કરતા નથી. આઠે મદના ત્યાગી હોવાથી તેમને માન કષાય નથી. સરળ સ્વભાવ કેળવેલ હોવાથી કોઈના પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, કલહ નથી, પશૂન્ય નથી, પરપરિવાદ નથી, માયા મૃષાવાદ નથી અને મિથ્યાત્વને પહેલાથી મારી દીધેલે છે.
બેશક ! બધાએ જ આટલી ઉચ્ચ કક્ષાના સંત હેતા નથી તે પણ જેમનું મિથ્યાત્વ હણાઈ ગયું હશે તેઓ અમુક પદાર્થોમાં વિરતિવાળા અને બીજા પદાર્થોના સેવનમાં ઉપગવાળા હોય છે, માટે તેઓ પણ સંયત હોવાથી પ્રાણતિપાતમાં હોતા નથી. કદાચ અનિવાર્યરૂપે કાંઈક કરવું પડે તે સૂકા વસ્ત્ર પર લાગેલી ધૂળને જેમ ખરી જતા વાર લાગતી નથી તેમ તે સાધક एवं अविहं कम्मं रागदोससमज्जिअं । आलोअंतो अ निदंतो खिप्पं हणई सुसावओ ।। कयपावो वि मणुस्सो आलोइअ निदिअ गुरुसगासे । होइ अइरेगलहुओ ओहरिअ भरुव्व भारवहो ।।
આ પ્રમાણે આલેચના-નિંદના અને ગહ કરતે કર્મ મુક્ત બને છે. આ આશયથી જ કહેવાયું છે કે સંયત જીવે