________________
શતક ૧૯ મું ઉદ્દેશક-૯
પપ૭ ઈન્દ્રિયેની રચના કરવી અથવા સતામાં પડેલી પર્યાપ્તિથી કરવું તે ઈન્દ્રિય કરણ છે. તે પાંચ પ્રકારે છે, જે સ્પષ્ટ છે.
ભાષાકરણ કેટલા પ્રકારે છે?
પુણ્ય કર્મોદયે ભાષા પર્યાપ્તિ ઉપાર્જન કરેલી હેવાથી જીવને ભાષાકરણ વડે ભાષાને એટલે બેલવાની અને પોતાના ભાવે બીજાને જણાવવા માટે ભાષાની પ્રાપ્તિ થાય છે.
એકેન્દ્રિયાવતારમાં અનંતાનંત જીવાત્માઓને છેડીને શેષ બધાય ને ભાષાની પ્રાપ્તિ થયેલી હેય છે. પ્રતિ સમયે કરાંતા કર્મોમાં જ્યારે પુણ્ય અને પાપકર્મોનું મિશ્રણ હોય છે એટલે કે માનવ, જ્ઞાનની વિચિત્રતાનાં કારણે પુણય અને પાપનું બંધન એક સાથે જ કરતે હોય છે. જેમકે હાથ વડે દાન પણ દેતે હોય અને લેનારને જીભથી સરસ્વતી પણ સંભળાવતે હોય છે. ન છૂટકે બ્રહ્મચર્ય પાળી રહ્યો છે, અને હૈયામાં બળતરા પણ કરતા હોય છે. આયંબીલ એકાસણા કરી રહ્યો છે અને ઉપાશ્રયમાં જવું પડયું. શરમે હાથ જોડ્યા તેને અફસેસ પણ કરી રહ્યો છે. આઠ નવકારને કાત્સગ પણ કરે છે અને “શાન્તિનાથ શાતા કરજે, ઘી કપાસીયાના ભાવ વધારો જેથી ઝટપટ ઘર ભેગો થાઉં. આ પ્રમાણે સારા અને નરસા બંને જાતના સંસ્કારોમાં જીવાત્મા લપેટાઈ ગયેલો હેવાથી માનવેના ચાર ભેદો સ્પષ્ટ દેખાઈ આવે છે તે આ પ્રમાણે -
(૧) મારૂં ગમે તે થાય તોયે ધર્મ અને વ્યવહારના નામે પણ સત્ય ભાષા જ બલવી. -