________________
૫૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરવા માટે સમર્થ બની શકે. ખૂબ યાદ રાખજે કે કેવળજ્ઞાનને બાધક-ક્યાય સિવાય બીજો કોઈ નથી.
આ વાત ૨૪ દંડક માટે પણ જાણવી. વર્ણનિતિ કેટલા પ્રકારની છે?
ઉપચારથી રસ, ગંધ અને સ્પર્શ પણ સમજી લેવાના છે. શરીર પૌગલિક હોવાનાં કારણે તેમાં વર્ણ–ગંધ-રસ અને સ્પર્શની વિદ્યમાનતા અવશ્યમેવ રહેલી જ હોય છે. માતાની કુક્ષિમાં બંધાતા શરીરમાં વર્ણ–ગંધ-રસ અને સ્પર્શ ક્યાંથી આવ્યાં? જવાબમાં કહેવાયું છે કે ગત ભવમાં નામકર્મની ઉપાર્જના કરતી વખતે શુભ વર્ણ –ગંધ-રસ અને સ્પર્શ અથવા જીવનમાં પાપબુદ્ધિ વધારે હોય, ગુરૂઓનું અપમાન હોય, આપ બડાઈ હોય અને માયાના જાળમાં લપટાયેલું હોય ત્યારે જીવાત્મા અશુભ નામકર્મના કારણે અશુભ વર્ણ, અશુભ રસ, અશુભ ગંધ અને અશુભ સ્પર્શને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પિતાના કરેલા શુભ કે અશુભ નામકર્મને કારણે વર્ણાદિમાં શુભાશુભત્વ આવે છે. માતા-પિતા ગમે તેટલા સારા કે ગેરા હોય તે પણ સંતાનને કાળે રંગ, દુર્ગધ મારતે પરસે, કર્કશ કે ખરબચડું કે લખું શરીર હોય છે. આ વાતમાં બીજાને કારણે માનવા કરતાં જાતકના કર્મો જ મુખ્ય કારણ છે.
ભગવંતે કહ્યું કે – વર્ણ: કાળ, નીલે, લાલ, પીળો અને ધોળે પાંચ પ્રકારે છે. ગંધ : સુગંધ અને દુર્ગધ એ બે પ્રકારે છે.
આ પ્રમાણે રસ પાંચ છે અને સ્પર્શ આઠ છે.