________________
પ૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પછી કાર્પણ શરીર પણ દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે અને શેલેશી અવસ્થા પછી તે સિદ્ધશિલા તરફ પ્રસ્થાન કરતાં આત્માના પ્રદેશોથી સૂક્ષ્મ શરીર સર્વથા છુટુ પડે છે અને “#ારા વિના વા નોવ' આ ઉક્તિએ સિદ્ધ ભગવાનને કોઈ કાળે શરીર ગ્રહણ કરવું પડતું નથી. - ભગવંતે કહ્યું કે હે ગૌતમ! દારિક શરીર નિવૃતિ આદિ શરીર નિવૃતિ પાંચ પ્રકારે જાણવી. નારકેને તૈજસ, કામણ અને વૈક્રિય શરીર નિવૃતિ હોય છે. દેવે માટે પણ તેમ જ જાણવું. જ્યારે મનુષ્ય અને તિર્યંને તૈજસ કાર્પણ ઔદારિક નિવૃતિ સમજવી. શેષ જીવેને યથાયોગ્ય નિવૃતિ જાણવી. ઇન્દ્રિય નિવૃતિ કેટલા પ્રકારે છે?
સારામાં સારા કારીગર પાસે ગમે તેટલું સુંદરમાં સુંદર મકાન બનાવ્યું હોય, તે પણ બારી-બારણું વિનાનું મકાન કેને માટે પણ શા કામનું ? એ જ પ્રમાણે “રારીરે મોr વતને ભલે રહ્યું પણ ઇંદ્રિય વિનાનું શરીર કેઈ કાળે ભેગાયતન બનતું નથી. જેનાથી આત્માને સ્પર્શ, રસ, સૂંઘવાનું, જોવાનું કે સાંભળવાનું કે તેનાથી તે વિષયેનું જ્ઞાન થાય, અનુભવ થાય તેને ઈન્દ્રિય કહેવાય છે, જે જ્ઞાનેન્દ્રિયે રૂપે પ્રસિદ્ધ છે. હાથ-પગ-ઉપસ્થ ગુદા આદિ તે મૃત શરીર(મડદા)ને પણ હોય છે, પરંતુ ભાવ-ઈન્દ્રિયના અભાવમાં તે તે અવય
થી મડદાને કેઈપણ જાતનું જ્ઞાન થતું નથી કેમકે ઇન્દ્રિયનું તાદાભ્ય કે સાહચર્ય જીવ સાથે જ હોય છે પણ જડ ઈન્દ્રિ સાથે નથી હતું. આ કારણે જ જૈન શાસને માનેલી દ્રવ્ય કે ભાવ સ્પર્શેન્દ્રિય એટલી બધી વ્યાપક છે જેનાથી હાથમાં