________________
૫૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે જ આનુપૂવી કમ તેને પકડી પાડે છે અને જીવાત્માને તે ગતિ તરફ લઈ જઈને જ્યાં જન્મવાનું છે ત્યાં પટકી પાડે છે. આ વિષયમાં જીવ સર્વથા પરાધીન છે, શક્તિહીન છે અને કર્મોની સત્તા ખૂબ શક્ત હોવાથી જીવનું કંઈપણ ચાલી શકતું નથી.
જીવ નિવૃતિનું પ્રકરણ ઠેઠ વૈમાનિક દેવે સુધી જાણવું. વિશેષમાં તેમના પણ બે ભેદ છે જે પર્યાપ્ત સર્વાર્થ સિદ્ધ વૈમાનિક અને અપર્યાપ્ત સિદ્ધ વૈમાનિક.
હે પ્રભે ! કર્મ નિર્વત્તિ કેટલા પ્રકારની છે?
જવાબમાં ભગવંતે, જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ અંતરાય કર્મ નિવૃત્તિ આ પ્રમાણે આઠ પ્રકારે કહી છે.
ભૂતકાળના સંખ્યાત, અસંખ્યાત ભવેન કરેલા કર્મો આત્માના એક એક પ્રદેશમાં અનંતવર્ગણરૂપે પડ્યાં જ છે. જેનાથી આ ચાલુ ભવમાં પણ તેવા પ્રકારના સંસ્કાર, પરિ સ્થિતિઓ, ખાનપાન, મિત્ર વર્ગ, પાડોશી વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે અને તેના કારણે તેવા પ્રકારની અશુભ ચેષ્ટા, સંસ્કાર, દુરાચારી માતાપિતા, મિત્ર અને પડેશીઓના કારણે જીવને રાગદ્વેષની માયામાં અનિચ્છાએ પણ સપડાયા વિના ચાલતું નથી. મધના વાટકામાં પડેલી માખીને મર્યા વિના જેમ બીજો રસ્તો નથી તેમ કેઈક સમયે સંસ્કારિત આત્માને પણ રાગદ્વેષની માયા જાળમાં ફસાઈ ફરીથી નવા કમેં બાંધ્યા વિના ચાલે તેમ નથી. આ ચાલુ પ્રકરણમાં ચાલુ ભવના બંધાતા કર્મોની નિવૃત્તિ–નિષ્પતિ લેવાની છે. મેહ કર્મના તીવ્રતમ રસમાં લીન બનીને જે કર્મો બંધાય છે તે