________________
શતક ૧૯ સુ· : ઉદ્દેશક-૮
૫૪૩
કાય,
કાયાદિ જાતિ નામકમને વશ બનેલા જીવા પૃથ્વી, અર્, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરની રચના કરે છે.
પૃથ્વીકાયિક જીવ નિવૃતિ પણ સૂક્ષ્મ અને બાદરરૂપે એ પ્રકારે છે : (૧) સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃત્તિ અને (૨) ખાદર પૃથ્વીકાય એકેન્દ્રિય જીવ નિવૃતિ. અહીં આપેક્ષિક સૂક્ષ્મ નથી લેવાના પણ સૂક્ષ્મ નામકને આધીન થઇને જીવ સૂક્ષ્મ શરીરને ધારણ કરે તે સૂક્ષ્મ છે, જે અસ ખ્યાતા જીવે ભેગા મળે તે પણ કેવળી સિવાય બીજાને માટે ચક્ષુગાચર
નથી થતા.
એક શરીર છોડીને ખીજુ` શરીર લેવાને માટે જૈન શાસનમાં આયુષ્યકમ, નામક અને આનુપૂર્વી નામકની વ્યવસ્થા છે. જેમકે રાગ-દ્વેષ અને મેહ-માયામાં અંધ બનીને આરંભ-સમારંભ, પરિગ્રહ, વૈરાનુબંધ તથા વિષયાનુબંધ આફ્રિના કારણે અથવા અહિંંતનું પૂજન, દાન, શિયળ તપ અને શુદ્ધ કે શુભ ભાવાના કારણે જીવ માત્ર તે તે ગતિને ચેાગ્ય આયુષ્યક નુ બંધન કરે છે. પછી તે ગતિમાં જવા માટે તેવા પ્રકારના શુભ કે અશુભ નામકમને ઉપાર્જ્યો વિના છુટકે નથી. પરંતુ કોઈ પણ જીવ પેાતાના ચાલુ ભવની માયાને છેડવા માંગતા નથી તેમ છતાં પણ કસત્તા જબરદસ્ત હાવાનાં કારણે ચાલુ ભવની આયુષ્યકર્મીની બેડી તૂટતાં જ આગામી ભવની એડી તેના હાથમાં પડી જાય છે, પણ પ્રત્યેક જીવાત્માને પેાતાના ચાલુ ભવના કરેલા શુભાશુભ કર્માના ખ્યાલ હાય છે માટે તે જાણતા હાય છે કે હું અહીથી મર્યા પછી હલકી જાતિમાં જન્મવાના છું અને જવાના ભાવ નથી હાતા માટે આયુષ્યકમના છેલ્લા પ્રદેશ ભોગવીને શરીરથી છૂટો પડતા આત્મા સીધા ઉપર તરફ જાય છે. તે