________________
શતક ૧૯ મું : ઉદ્દેશક-૭
દેવોના વિમાન આદિ માટેની વક્તવ્યતા :
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે કહ્યું કે અસુકુમારના આવાસે ૬૪ લાખ છે, જે સ્ફટિક જેવા નિર્મલ, ચમક્તા, ચિકણું, સુંદર, આકારવાળા છે, ત્યાં અનેક પ્રકારના જીવે અને પુદ્ગલે ઉત્પન્ન થાય છે, મરે છે અને પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય છે. આ આવાસે શાશ્વતા છે, જે દ્રવ્યાર્થિક નયે જાણવા, અને વર્ણ –ગંધ-રસ અને સ્પર્શ પર્યાની અપેક્ષાએ અશાશ્વત એટલે અનિત્ય છે. યાવત્ સ્વનિત દેવે આ વાત જાણવી.
ભૂમિની અંદર ભૌમેય નગરાવાસે વાનસ્વંતરના કેટલા છે? ભગવંતે અસંખ્ય કહ્યાં છે. જ્યોતિષ દેવાના વિમાનાવાશે અસંખ્યાત પ્રમાણ છે. સૌધર્મ દેવકના ૩૨ લાખ વિમાનવાસે છે યાવત્ અચુત દેવલેક સુધી જાણવું.
આ શતક ૧૯ ને ઉદેશો સાતમે પૂર્ણ. .