________________
શતક ૧૮મું ઉદ્દેશક-૧૦
૪૫ તેમ સમજીને સ્થૂલ મૈથુન પાપનું વિરમણ થાય તે માટે, પરમાત્મા પાસેથી વ્રત સ્વીકાર કરે છે.
મૈથુન વિરમણ વ્રત પાલવું શી રીતે?
ખેતરને વાડની, બંગલાને ફાટકની અત્યાવશ્યકતા સૌ કોઈને માન્ય છે. તેવી રીતે ભવભવાંતરના કુસંસ્કારે જ્યારે જીવનમાં તેફાન મચાવે છે, ત્યારે જીવનના પ્રત્યેક પ્રસંગે પ્રત્યેક મિનિટે કે સેકંડે જાગૃત આત્મા જ પોતાના જીવનધનને બચાવી શકવા માટે સમર્થ બને છે. તે સિવાય સંસારની એકેય શક્તિ જીવનધનની રક્ષા માટે સમર્થ બનતી નથી.
વાતેના તડાકા મારવા એક જૂદી વાત છે અને જીવનની અસલીયત બીજી વાત છે. સંસારને પ્રત્યક્ષ કરીએ તે ખ્યાલ આવ્યા વિના રહેશે નહી કે સારામાં સારા નિમિત્તોમાં, સંત સમાગમમાં રહેવા છતાં પણ આન્તરવૃત્તિઓને કટેલમાં લઈ શકાતી નથી. માટે જ કહેવાયુ છે કે સાધક માત્ર જ્યાં સુધી પોતાના આત્માને જ ગુરૂ ન બનાવે ત્યાં સુધી વ્યવહારનયના ગુરુની અસર તે સાધક પર કેઈક સમયે પડતી હશે, પણ ઘણીવાર નથી પડતી. આ કારણે પિતાના આત્માને જાગૃત કરી સાધના કરવાવાળા સાધકને મહારાજા પણ કંઈ કરી શકતે નથી “તુમ આણ ખડકર ગ્રહ્યો છે, તે કંઈક મુજથી ડે છે.” એટલે કે વીતરાગની આજ્ઞારૂપી તરવાર, જ્ઞાનરૂપી ઢાલ અને વૈરાગ્યરૂપી કવચ (બખતર) જેની પાસે વીસે કલાક-એક કલાકની ૬૦ મિનિટ, અને એક મિનિટની ૬૦ સેકન્ડ રહેતા હશે તેનાથી બિચારે મેહરાજા અને તેના રાગદ્વેષ તથા કામદેવાદિ મોટા દ્ધા પણ દૂર જ ભાગે છે.