________________
પરર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સર્વથા નિંદનીય, નાપાક અને દયા ખાવા જેવું બનશે. આજે પણ આપણે પ્રત્યક્ષ જાણી શકીએ છીએ કે જેમની જુવાની સર્વથા નાપાક રીતે પસાર થઈ હશે તે વૃદ્ધો ચાહે ગ્રેજ્યુએટડબલ ગ્રેજ્યુટ, કેન્દ્ર કે પ્રાન્ત સરકારના સત્તાધીશે, પ્રોફેસર કે મિનિસ્ટર હશે તે પણ તેઓ દેશને માટે, સમાજને માટે કે પોતાની જાતને માટે પણ સર્વથા નિષ્ફળ, ઘાતક અને નિંદનીય બન્યા છે. માટે ઉપર પ્રમાણેની ત્રણે અવસ્થાઓને પવિત્રતમ કરવા માટે જીવનમાં સુંદર વિચાર, આચારો અને રહેણું કરણને સભ્ય બનાવવામાં જ ડહાપણ છે.
(૪) સુંદર, પવિત્ર, દાનેશ્વરી, દયાળુ, શૂરવીર કે ભક્ત માનવને ઉત્પન્ન કરવા માટે ગૃહસ્થાશ્રમીઓએ, બદામપાક, સાલમપાક, ટોપરાપાક, કેશરીયા દૂધ, મલાઈ. મા કે બીજા પૌષ્ટિક પદાર્થો ઉપરાંત ચન્દ્રોદય, અભ્રક ભસ્મ કે નાઈટ પીલ્સની ગોળીઓ ખાવા માત્રથી કંઈ સફળતા મળતી નથી. એટલે કે આવા પદાર્થોને ખાવાની લાલસા ઉપર કઈ પણ ગૃહસ્થાશ્રમીએ પિતાના ઘરમાં રામચંદ્રજી, મહાવીરસ્વામી, વસ્તુપાલ, તેજપાલ, ભામાશા, જગડુશા, અનુપમાદેવી, ચંદનબાળા કે રાજમતી જેવાં સંતાને મેળવી શક્યા નથી.
માટે પતિ અને પત્નિની પવિત્ર ભાવના, મર્યાદાપૂર્વકની ગૃહસ્થાશ્રમી, વ્રતમય જીવન, તથા નીતિ-ન્યાય સંપન્ન વ્યવહાર હશે તે સારા સંતાને માગ્યા વિના કે માલ મસાલા ખાધા વિના પણ મળશે.
પ્રદ્યુમ્નકુમારની પ્રાપ્તિમાં કૃષ્ણ અને રૂકમણીને બાર વર્ષ સધી વિયેગાવસ્થામાં રહેવું પડ્યું છે.