________________
શતક ૧૯ મું ઉદ્દેશક-૩
૫૩૧ પૃથ્વીકાયિક જીવેની અવગાહના કેટલી છે?
જવાબમાં ભગવંતે દષ્ટાંતની કલ્પના કરીને ફરમાવ્યું કે જુવાન, સશક્ત, સુષમકાળમાં જન્મેલી, વાંટવાની ક્રિયામાં નિપુણ, થાક ન લાગે તેવી, આદિ વિશેષણોથી યુક્ત ચક્રવતી
જાની દાસી પત્થર ઉપર લાખના ગેળા પ્રમાણ પૃથ્વીકાયને મૂકે અને વ્રજમય ગેળ પત્થરથી ચટણીની જેમ વાટે, ફરી ભેગા કરીને વાટે, આમ એકવીશ વાર વાટવાની ક્રિયા કરે તે પણ હે ગૌતમ! તે પૃથ્વીકાય જીને બરાબર વાટી શકતી નથી, લાખના ગોળા પ્રમાણમાં રહેલા પૃથ્વીકાયિકમાંથી પણ કેટલાક શિલા પર લાગ્યા જ હોતા નથી. કેટલાક વાટવાના પત્થરને લાગ્યા નથી હોતા, કેટલાક ઘસાવા છતાં વટાતા પણ નથી, આદિ કારણથી હે ગૌતમ ! તમે જાણી શકે છે કે પૃથ્વીકાયિકેની અવગાહના કેટલી સૂક્ષ્મ હોય છે.
પૃથ્વીકાયિકે પત્થર ઉપર ઘસાવવા, રગડાવવા છતાં કેવી વેદના ભેગવે છે? જવાબમાં કહેવાયું કે બધી રીતે અત્યંત સશક્ત માણસ ગુસ્સામાં આવીને સર્વથા નિબલ, વૃદ્ધ, ભૂખથી પીડિત, રેગીષ્ટ માણસના માથા ઉપર જોરથી મારેલા મુક્કાથી જે વેદનાને અનુભવ થાય તેના કરતાં પણ ઘણી વધારે વેદના પૃથ્વી કાયિકે ભગવે છે. આ પ્રમાણે અપૂકાયિક અને વાયુકાયિકો માટે પણ જાણવું.
આ શતક ૧૯ો ઉદ્દેશ ત્રીજે પૂર્ણ