________________
૫૩૮
-
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
અસુરકુમાર દે માટેની વક્તવ્યતા :
હે ગૌતમ! અસુરકુમાર દેવે પણ ચરમ અને પરમ છે પરંતુ નારકોથી તેમને વિપરીત સમજવા. કેમકે પરમ એટલે સ્થિતિ દીર્ઘ હોવાથી અપકર્મી છે, અશાતા વેદનીય તેમને અ૫ છે, અ૫ક્રિયાવંત છે કેમકે કાયિકી વગેરે અશુભ ક્રિયા વડે થનારા આશ્રવે તેમને અલ્પ છે. આ પ્રમાણે વેદના પણ તેમને અલ્પ છે, તથા પરમ અસુરકુમાર મહા કમ, મહાઠિયાવાળા, મહાવેદનાવાળા અને મહાઆઝવવાળા હોય છે. યાવત્ સ્વનિતકુમાર સુધી જાણવું.
એકેન્દ્રિ, વિલેન્દ્રિ, તિર્ય, મનુષ્ય પરમની અપેક્ષાએ મહાકર્મવાળા આદિ જાણવા અને ચરમની અપેક્ષાએ અ૫ જાણવા.
શેષ દેવે અસુરકુમારની જેમ જાણવા.
વેદના કેટલા પ્રકારે અને કેને કેટલી વેદના?
ભગવતે વેદના બે પ્રકારની કહી છે તે આ પ્રમાણે નિદા અને અનિદા” નિદા શબ્દમાં “નિ” ઉપસર્ગ છે અને પહેલા ગણને “દૈવ શેધને ધાતુ છે તેમાંથી બનેલા
નિદા” શબ્દને અર્થ વેદના વિશેષ એટલે કે જ્ઞાનયુક્ત વેદના, તેને પણ સરળાર્થ છે, જેમાં જીવનની શુદ્ધિ નિયત હોય તે નિદા કહેવાય છે. આનાથી નિદા, જ્ઞાન, આભેગ આદિ એકાઈ શબ્દો છે માટે નિદાપૂર્વક–સમજદારીપૂર્વક એટલે કે મારાજ કરેલા કર્મો મારે ભેગવવાના છે” તેમ સમજીને જે