________________
શતક ૧૯ મુ : ઉદ્દેશક-૩
૫૨૫
યથાર્થ જ્ઞાનના સાગર ભગવંતે જવાખમાં કહ્યું કે, હે ગૌતમ ! તારા પ્રશ્ન ઠીક નથી. કેમકે પૃથ્વીકાયિકા બધાએ પૃથક્-પૃથક્ આહાર કરવાવાળા અને તેનું પરિણમન કરનારા હેય છે. તેથી તેઓ ભેગા મળીને નહીં પણ પેાતાનુ શરીર જુદુ જુદુ ખાંધે છે.
લેશ્યાઓ તેમને કૃષ્ણ-નીલ-કાપાત અને તેજ નામે ચાર લેશ્યા હાય છે.
દૃષ્ટિમાં તે મિથ્યાદષ્ટિવાળા જ હૅાય છે. સમ્યક્ કે મિશ્રર્દષ્ટિ તેમને નથી હાતી કેમકે આ બંને પંચેન્દ્રિયાને હાય છે.
જ્ઞાનદ્વારમાં પૃથ્વીકાયિક મિથ્યાર્દષ્ટિ હોવાથી મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનવાળા નથી હાતા પણ મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હાય છે.
યેાગદ્વારમાં તેઓ કેવળ કાયયેાગના જ માલિક હાય છે. કેમકે મનાયેાગ કેવળ સંગી પચેન્દ્રિયાને તથા વચનયાગ એઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધીમાં હાય છે, તે માટે નિકૃષ્ટ પાપકર્મી પૃથ્વીકાયિકાને (એકેન્દ્રિયાને) કેવળ કાયયેાગ જ હોય છે.
ઉપયેાગદ્વાર:-સાકારાપયેગ ( જ્ઞાન ) અને નિરાકારાપયાગ (દર્શન) આ બંને ઉપયાગા પૃથ્વીકાયિકાને હાય છે. કેમકે જીવમાત્રનું લક્ષણુ જ જ્ઞાનદન છે, જે પેાતાના લક્ષ્યને કોઈ કાળે પણ છોડતું નથી. યદ્યપિ એકેન્દ્રિયાનુ જ્ઞાન સથા અસ્પષ્ટ છે, અભાવ નથી. યદ્ઘિ જીવમાં જ્ઞાનના અભાવ માનવામાં આવે તે જીવ અને અજીવમાં ફરક રહેતા નથી, માટે તેમને પણ ઉપયાગ માન્ય છે.