________________
શતક ૧૯ મું: ઉદ્દેશક-૨
પર૩ સિદ્ધાર્થ રાજા તથા ત્રિશલા રાણ, અશ્વસેન રાજા અને વામા રાણીના પવિત્ર, શિયળસમ્પન્ન અને સત્યપૂર્ણ જીવન કામાં ગૂંથાયેલા છે. ઈત્યાદિક વાતને પિતાની મસ્તિષ્કની ડાયરીમાં નેંધીને જે ભાગ્યશાળીઓ સ્વપ્નસૃષ્ટિમાં રાચવા કરતાં સત્ય રષ્ટિમાં વિચરશે તે ગૃહસ્થાશ્રમના સુન્દરતમ ફળો મેળવ્યા વિના રહેશે નહિ.
રાવણું અને શુર્પણખા ગમે તેવા સત્તાધીશે, રૂપાળા કે ધરાને ધ્રુજાવનારા હશે, તે યે સંસારમાં વિના મતે મરીને દુર્ગતિ ભાજન થયા છે. નેમિનાથ ભગવાનના કુટુંબમાં જન્મેલા દુર્યોધન, દુઃશાસન આદિની રાજસત્તા ઓછી ન હતી પણ તેમના જાતીય દૂષણે મર્યાદાતીત થયેલા હોવાથી પિતાના વડિલેની સામે ભરસભામાં મોટા ભાઈ પાંડેની ધર્મપત્ની દ્રૌપદીને બદઈરાદાથી જાંઘ બતાવીને ઇસારે કરનારા કરવાનું નામ પ્રાતઃકાળમાં લેનાર કેઈ નથી.
આ બધી વાતનું ધ્યાન રાખીને મારે પુત્ર લક્ષાધિપતિ, કરેડાધિપતિ કે મિનિસ્ટર બને તે કરતાં શિયળ સંપન્ન, પવિત્ર અને સદાચારી બનવા પામે તેવી ભાવનાવાળા માતા-પિતા જ પિતાની વૃદ્ધાવસ્થાને સુખમય બનાવી શકશે.
ઈત્યાદિક વિચારો સાથે સ્વીકારેલી લગ્નાવસ્થા પ્રત્યે ધ્યાન આપનાર જ ખરે માનવ છે, બહાદુરેમાં પણ બહાદુર છે તથા પંડિતેને પણ મહાપંડિત છે.
શતક ૧ને ઉદેશે બીને પૂર્ણ કરી ૧
-