________________
૫૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શા. ૩
ભવાંતરમાં ફુગતિ દાયક ત્રણે વેશ્યાઓના સ્વામી ન થવું હોય તે સૌથી પહેલા તારા વ્યાપાર અને વ્યવહારને શુદ્ધ કરવા માટે પ્રયત્નશીલ બનશે. જેનાથી કાંના બંધનમાંથી તારા છુટકારો થતાં જ તુ' પુણ્યાનુબંધી પુણ્યની ઉપાર્જના કરી શકશે. જેના પ્રતાપે આવનારા મનુષ્ય ભવમાં તને ખરાખ સ્વભાવના પિતા, માતા, સ્ત્રી, પુત્ર, જમાઈ અને મિત્ર મંડળ આદિ મળવા પામશે નહી. અને અંતરાય વિનાના તારે મનુષ્ય અવતાર ધર્મધ્યાનની આરાધના કરવા માટે પવિત્ર લેશ્યાઓના માલિક બનીને કેવળજ્ઞાનના માર્ગ પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બનશે.
શતક ૧૯ ના ઉદ્દેશે. પહેલા પૂર્ણ