________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૧ ૦
૧૦૧
માટે ઔષધ, ખાનપાન અને રહેણીકરણીમાં ફેરફાર થતાં પરિગ્રહને વધાર્યા વિના છૂટકો નથી તેથી મૈથુનના સહચારી પરિગ્રહને કેવી રીતે વધારવા ? તે પ્રશ્ન જીવાત્માને માટે મુખ્ય મને છે. ત્યારે સંસારના ચારે બાજુ વ્યાપાર–રાજગાર વધારતા જાય છે અને લાખોની માલમતા ભેગી કરી પેાતાનુ જીવન પૂર્ણ કરે છે.
પરંતુ સમ્યક્ત્વના પ્રકાશમાં આગળ વધતા સામિલના આત્માને સમજાય છે કે, સગડીમાં નાખેલા કાલસાએથી આગ શાંત થતી નથી, તેમ સેવાતાં પાપે પણ પેાતાની મેળે શાંત થવાના નથી. તે માટે મારા ચાલુ વ્યાપારને છેડી બીજા બધાએ વ્યાપારાને બંધ કરી દેવા જોઇએ અને ચાલુ વ્યાપારને પણ મર્યાદિત કરવા પડશે. તે માટે દિશાઓમાં ગમના-ગમનને મર્યાદિત કરે છે એટલે કે જે ખાજુ મારે જવાની આવશ્યકતા નથી ત્યાં મારે શા માટે જવું ? કેમકે સૂક્ષ્મ અને બાદર અનંત જીવાથી પૂર્ણ આ સંસારમાં જ્યાં પગ મૂકાશે ત્યાં પાપ છે, જ્યાં દૃષ્ટિ પડશે ત્યાં પાપ છે તેમ સમજીને આજે જે દિશામાં ગયા વિના ચાલે તેમ નથી તેની છુટ રાખીને બાકીની બધી દિશાઓમાં ગમન અને આગમન શા માટે કરવું ? એટલે કે જે દિશાઓમાં ન જવાથી વ્યવહાર અને શાસનના કાને કોઈ પણ વાંધા ન આવે તે તરફ જવાનું તે દિવસને માટે છેડી દે છે. અથવા પેાતાના ઘરથી દુકાન પૂર્વ દિશામાં હેાય તે બીજી દિશાએ તરફ હરવા ફરવાથી નિરર્થક જીવ હત્યા શા માટે કરવી અથવા કામ વિના તે બાજુ જવાથી મને ફાયદો નથી, ઘણા સાંસારિક ઝઘડાએથી પણ બચી શકાશે, એમ સમજીને ખાસ અગત્યના કામ સિવાય જવા આવવાનું બંધ કરી દે છે.
અનાદ્ધિ કાળથી આ આત્માને સ્વૈચ્છિક હરવા ફરવાની આદત પડી છે. તેને મર્યાદામાં લેવા માટે આ પહેલુ ગુણવત