________________
૫૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૪ જેને માટે આશીર્વાદ સમાન છે. કેમકે સંયમી જીવન બનાવવા માટે આનાથી બીજો માર્ગ ક્યો? બીજી વાત આ. છે કે સંસાર અને તેની માયા સાથે સંબંધ જાણીબુઝીને છોડવામાં અને ધીમે ધીમે તે સંબંધેને ઓછા કરવામાં જ રાગ અને દ્વેષ ઓછા થશે, તે સિવાય રાગ-દ્વેષ–મેહ-માયા આદિ સંબંધોને ઓછા કરવા માટે પણ આનાથી બીજે માર્ગ નથી.
જીવાત્માને સમ્યકત્વને રાગ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તે પિતાની મેળે જ પિતાના કલ્યાણને માર્ગ નક્કી કરે છે અને જે છેડવાનું છે તેને છેડવાની અને સ્વીકારવાનું છે તેને સ્વીકારવાની ટ્રેનિંગ લે છે.
જ્ઞાન માર્ગ ગમે તેટલે ઊંચે કે સારો હશે તે પણ તેનાથી ચડિયાતે ચારિત્ર માર્ગ છે. કેમકે જે વસ્તુ આપણે જીવનમાં ન ઉતારીયે તે જ્ઞાન પણ શા કામનું ? માટે સમ્યક જ્ઞાનથી તત્વ જાણવું, સમ્યગદર્શનથી તે તત્વને શ્રદ્ધામાં ઉતારવું અને ચારિત્રથી જીવનમાં ઉતારવાનું તેનું નામ મોક્ષ માર્ગ છે. (૨) ભેગાપભેગ વિરમણ ગુણવત:
ભવભવાંતરના કરેલાં શુભાશુભ કર્મોને ભેગવવાને માટે શરીરની રચના ત્રિકાળાબાધિત છે, અને તેની હાજરીમાં ભગ તથા ઉપગ વિના ચાલી શકે તેમ નથી. શરીર મકાન છે અને ઈન્દ્રિયે બારી છે, માટે તે તે ઈન્દ્રિ દ્વારા સ્પર્શ, રસ, ગંધ, દર્શન અને શ્રવણને ભેગવટો કરવા તારૂં આત્માને આવશ્યક હોય છે. કેમકે પ્રત્યેક જીવમાં વૈરાગ્ય ન હોવાના કારણે આત્મા પણ ઈન્દ્રિયને ગુલામ બનેલું હોવાથી ઈન્દ્રિયના ભેગમાં આસક્ત બની રહે તે સ્વાભાવિક છે અને
જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી સંસાર છે, માયા છે અને તેના બંધને છે.