________________
શતક ૧૮ મું ઉદ્દેશક-૧૦
૪૯૧ નાના બાળક કે બાલિકાના બળત્વ સમાપ્ત થતાં જ અથવા તેના પહેલા પણ તેમનાં શરીર, અંગપાંગ, રૂપ અને સ્પર્શ આદિથી લઈને ધીમે ધીમે તેમની આંખોમાં પણ માદકતા” (ભેગલાલસા)ની અસર ઉત્પન્ન થાય છે, વધે છે અને ત્યાર પછી તે આજ સુધી પોતાની માવડીને જ સર્વે સર્વા માનનારે ધીમે ધીમે તેના સકંજામાંથી સરકવા લાગે છે. તે સમયે જુઠા સેગન ખાઈને તેલી તેલીને બેલતે પિતાની માવડીને પણ ઉંધા પાટા ભણાવતે થઈ જાય છે.
ત્યારે સમજવાનું સરળ થશે કે કામદેવના નશાના પ્રારંભમાં - જે વ્યક્તિ પોતાની માવડી સાથે પણ છક્કા પંજા રમતે હોય તે મોટો થયા પછી પિતાના પિતા–મિત્ર, ભાઈ બહેનને કે બીજા કેઈ વડેરાને શા માટે ગણકારશે?
સેમિલ! જ્યાં સુધી માનવને સંસાર છે ત્યાં સુધી પિતાના ઉપાજેલા ઋણાનુબંધને ભેગવવાને માટે બીજી વ્યક્તિને સથવારે મેળવ્યા વિના છુટકે નથી. પરંતુ તે બંનેમાં સંબંધ કેવો હોવો જોઈએ? જેથી બંનેને ઉત્કર્ષ સધાય અને જીવનવ્યવહાર પવિત્ર તથા અનુકરણીય બનવા પામે. સંબંધમાં પ્રેમ અને મેહ આ બંનેમાંથી એકની પસંદગી કરવાની રહેશે. યદ્યપિ બંનેમાં મિત્રધર્મ, દાંપત્યધર્મ કે કૌટુંબિકધર્મને દેશવટો દેવાને નથી, માટે પ્રેમ તથા મેહમાં શું તફાવત છે? તે જાણીને એક તત્વની આરાધના કરવાની રહેશે. જેમકે,
પ્રેમ સ્વયં પ્રકાશ છે, અને મેહ અંધકાર છે. પ્રેમ ઉર્ધ્વગામી છે અને મેહ અધોગામી છે. પ્રેમમાં સ્વાર્થ બલિદાન છે, મેહમાં તેની સાધના છે.