________________
४८०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ટાંટીયા ઘસતે રાત દિવસ પસાર કરી રહ્યો છે, ત્યારે પંડિતે, શાસ્ત્ર, તત્વજ્ઞાની લડાઈ દેશને રસાતળમાં લઈ જનારી બને છે.
આત્માને એકાંતે નિત્ય માનનારો કે અનિત્ય માનનારે જૂઠે છે કેમ કે આત્મા એકાંત નિત્ય પણ નથી, તેમજ અનિત્ય પણ નથી. આ વાત વાગ્યુદ્ધના રણમેદાને ચડેલા તમારા જેવા પંડિતેને કોણ સમજાવે ! યાદ રાખજે આ સંસારમાં કોઈપણ દ્રવ્ય પર્યાય વિનાને નથી, તેમ પર્યાય વિનાનું દ્રવ્ય પણ નથી. આ બંનેને સંબંધ “સમવાય”ના કારણે ભાડુતી નથી પણ અનાદિકાળથી બંને તાદામ્યરૂપે છે. કેમ કે પર્યાય વિનાનું દ્રવ્ય સંસારને કયારેય પણ કામે આવ્યું નથી, તેમજ દ્રવ્ય વિના પર્યાની વિદ્યમાનતા ગધેડાના સિંગડા જેવી એટલે કે નથી જ. આ પ્રમાણે દ્રવ્ય માત્ર જ્યારે પર્યાયાત્મક છે ત્યારે પ્રત્યેક વસ્તુની વિચારણામાં આ બંને દૃષ્ટિકોણને ખ્યાલમાં લીધા વિના સંસારની એકેય ચર્ચાને અંત કઈ કાળે આવ્યું નથી. માટે દ્રવ્યની ચર્ચા દ્રવ્યાયિકન કરવી અને પર્યાની ચર્ચા પર્યાયાસ્તિકન કરવાથી વસ્તુની યથાર્થતાનું સમ્યજ્ઞાન મળશે. જેનાથી જીવનમાં રહેલા કોધ, લેભ, મદ, મત્સર અને મિથ્યાભિમાનાદિ આત્મિક દૂષણેને અંત આવતા આપણે આત્મા ઉંચા સ્ટેજ પર આવી જતા વાર લાગશે નહીં.
પાલીતાણાની તળેટીના પગથિયે ઉભા રહી ગામ તરફ નજર કરતાં પ્રત્યેક ધર્મશાળાઓ અને ઝાડ ઉંચા નીચા દેખાશે, પણ ૧૦૦-૧૫૦ પગથિયા ઉપર ગયા પછી ગામને જેવાથી બધાએ એકાકાર દેખાશે. તેવી રીતે જ્યાં સુધી માનવના મનમાં લડાઈ ઝગડાના સંસ્કાર મચ્યા નથી કે મટાડવા માટે તૈયારી કરી નથી ત્યાં સુધી સંસારના છમાંથી કેટલાક સમ્યકત્વી, કેટલાક મિથ્યાત્વી, નાસ્તિક, આસ્તિક આદિ પિતા