________________
४७८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
છે અને જ્ઞાન દર્શન ગુણ છે તેથી તેમાં ભેદ સ્પષ્ટ દેખાય છે, પરંતુ ભૂલવું ન જોઇએ કે ગુણા હમેશા દ્રષ્યાશ્રિત જ હોય છે ‘ પ્રખ્યાશ્રિતા મુળા: ' અર્થાત્ ગુણ વિના ગુણી હાતા નથી અને ગુણીમાં ગુણાની હાજરી ત્રિકાળાબાધિત છે. માટે આત્મ દ્રવ્યની સાથે જ્ઞાનાદિ ગુણ્ણાની કથંચિત્ અભિન્નતા પણ સ્વીકા છે. આપણે જાણીએ છીએ કે જ્ઞાન અને દર્શન ગુણા ચૈતન્ય સ્વરૂપ જીવમાં જ હોય છે. જડમાં કોઈ કાળે પણ હાતા નથી. આ કારણે આત્મા જ્ઞાનમય અને દર્શનમય છે. તેમ છતાં પણ ઉપયાગના સમયની ભિન્નતા હેાવાથી કોઇક સમયે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને કોઈક સમયે દન સ્વરૂપ છે. કેમ કે અને ઉપયેાગા સાથે હાતા નથી, કદાચ તને શંકા થઇ શકે છે કે વસ્તુનું વિશેષ ગ્રાહિત્વ જ્ઞાનમાં છે અને સામાન્ય ગ્રાહિત્વ દર્શીનમાં છે. તે આ બંને જૂદા જૂદા સ્વભાવના ગુણા એક આત્મામાં શી રીતે રહી શકતા હશે? જવાબમાં એમ કહેવાયું છે કે અપેક્ષા બુદ્ધિને સમજ્યા વિના શાસ્ત્રોના અર્થા મનઘડત કરવાથી માનવની બુદ્ધિમાં ભ્રમ, વિતંડાવાદ, સંશયવાદ અને વિપરીત વાદિતાની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી.
એક દ્રવ્યમાં એક-બે નહી પણ અનંતાનંત ધર્માં પણ બુદ્ધિગમ્ય છે, જેમ એક જ માનવમાં પેાતાના પિતાની અપેક્ષાએ ‘ પુત્રત્વ ’ધર્માં વિદ્યમાન છે, તેમ પેાતાના પુત્રની અપેક્ષાએ ‘ પિતૃત્વ ’– ધર્મ પણ શી રીતે નકારી શકશે ? આ પ્રમાણે દ્રવ્યમાં અનંત પર્યાયા( ધમાં )ની વિદ્યમાનતાની સિદ્ધિ અપેક્ષા દૃષ્ટિથી શકય ખની શકે છે. ( ખીજા ભાગમાં આ વિષય વિસ્તારથી ચર્ચાઇ ગયા છે. )
"
અક્ષય પણ છું. આના આશય આ છે કે જીવ અસંખ્યય પ્રદેશી છે અને તે પ્રદેશેામાંથી એક પણ પ્રદેશ કોઇકાળે