________________
શતક ૧૮ સુ : ઉદ્દેશક-૧૦
દેશ વિરતિ ધમ:
ભગવાન મહાવીરસ્વામી કહે છે કે, સેામિલ ! આ સંસારના જે જીવા પાપાની વિરતિ સર્વાંશે કરી શકતા નથી તેઓએ પોતાની શક્તિ, પરિસ્થિતિ અને આંતર જીવનની મર્યાદાના ખ્યાલ રાખીને દેશ વિરતિ ધર્મ સ્વીકારવા જોઈએ. સૂક્ષ્મ કે માદર શરીરમાં અનંતાનંત જીવા સ’સારમાં રહેલા છે. તેમાંથી કેટલાક જીવાને આપણે જાણી અને જોઈ શકતા નથી, કેમકે તેઓ આછામાં ઓછી જ્ઞાનશક્તિવાળા અને પાપકર્માંની પ્રચૂરતાવાળા છે, જ્યારે તારતમ્યભાવે વધતી શક્તિવાળા અને પુણ્યવાળા ત્રસ જીવેા છે. આ પ્રમાણે સ્થાવર અને ત્રસ જીવાથી પિરપૂર્ણ સંસાર છે જેમાં આપણા આત્માએ અનંત સવા પૂરા કર્યા છે.
૪૮૩
વ્યવહાર નયે પરજીવાની હત્યા અને નિશ્ચયનચે પેાતાના આત્માની હત્યા જે ભયંકરમાં ભયંકર પાપકમ છે, તેનાથી વ્યાપ્ત બનેલા આત્માની મુક્તિ શી રીતે થાય ? તેવી વિચારણા અને આચરણા કરવી તે જ ધર્મ છે. પાપાની સંખ્યા અઢારની છે, આમ તા જીવના જેટલા અધ્યવસાયે છે પાપ પણ તેટલા જ છે, પરંતુ સૌના સમાવેશ અઢારની સખ્યામાં થઈ જાય છે. તેમાંથી પહેલાનાં પાંચ પાપ દ્રવ્ય પાપ છે અને પાછળના ભાવ પાપ છે. આત્માને માટે અને પાપે ખતરનાક હાવાથી તેના ત્યાગ કરવા તે આત્માની મેક્ષાભિલાષીણી પુરુષાથ શક્તિને આભારી છે. મન-વચન અને કાયાથી, કરવું– કરાવવું અને અનુમાદવું રૂપ ત્યાગ તે સર્વ વિરતિ કહેવાય છે. પરંતુ બધાએ જીવાની આત્મશક્તિ તથાપ્રકારની ન