________________
શતક ૧૭મું ઉદ્દેશક-૨
૩૮૯ શરીરથી કરાયેલા કર્મોના ફળને ભક્તા જીવાત્મા શરીરથી ભિન્ન છે. તર્ક આપતા તેઓ કહે છે કે દેહ પુદ્ગલ છે અને જીવાત્મા અપુદ્ગલ છે માટે પાણી અને અગ્નિમાં જેમ પરસ્પરમાં ભેદ છે તે પ્રમાણે જીવ શબ્દથી વાચ્ય દેહ જૂદ છે અને તેને અધિષ્ઠાતા તેનાથી જુદો છે.
પ્રાણાતિપાતાદિ ૧૮ પાપોમાં વ્યાપ્રિયમાણ શરીરને સૌ કઈ જઈ શકે છે તેથી ક્રિયાઓને કરનાર શરીર અને તેના ફળોને ભેગવનાર જીવાત્મા બંને એક શી રીતે હેઈ શકે ?
બીજા મતાવલંબીઓ એમ કહે છે કે નારક, દેવ અને મનુષ્ય વગેરે પર્યાયે જેને હોય તે જીવ છે, તથા બધાઓમાં અન્યવરૂપથી રહેનાર દ્રવ્ય તે જીવાત્મા છે. ઘટ અને પટમાં જેમ ભેદ જણાય છે, તેમ દ્રવ્ય અને પર્યાયમાં પણ છે કેમકે દ્રવ્ય, અનુગત આકારવાળી બુદ્ધિને ઉત્પન્ન કરે છે અને પર્યાય અનનુગતાકાર બુદ્ધિને ઉત્પન્ન કરે છે. - બીજાઓના મતને અનુવાદ કરતાં સૂત્રકારે કહ્યું કે પાપ સ્થાનકોના સેવનની ક્રિયામાં ર્તારૂપે દેખાતે જીવ શરીર છે અને ફળને ભેગવનારે જીવાત્મા છે, માટે બંને ભિન્ન છે અને તેમના ત્યાગમાં પણ જીવ અને જીવાત્મા ભિન્ન ભિન્ન છે.
આજ રીતે ઔત્પાતિકી ચારે બુદ્ધિમાં, ઈહા આદિ મતિજ્ઞાનમાં ઉત્થાનાદિ પરાક્રમમાં આઠે કર્મમાં, લેસ્થામાં જીવ અને જીવાત્મા જૂદા છે. ઉપર્યુક્ત વિષયમાં જૈન શાસનનું શું કહેવું છે?
ઉપરના વાતેના અનુસંધાનમાં ગૌતમસ્વામી ભગવંતને