________________
૪૩૭
શતક ૧૮મુંઃ ઉદેશક–૫ જે પછીના બીજા જ સમયે મરણ પામી તિર્યંચ અવતાર લેવાનું હોય તે બેમાંથી કઈ ગતિનું આયુષ્ય ભેગવશે?
જવાબમાં ભગવંતે કહ્યું કે બીજા સમયે મરનારો નારક એના પહેલાના સમયમાં નારક આયુષ્ય ભોગવી રહ્યો છે અને તિર્યંચ આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. સારાંશ કે નરકના જીવને પહેલા સમયે મૃત્યુ પહેલા નરકાયુષ્યનું સંવેદન છે અને બીજા સમયે જે સ્થાને જવાનું છે ત્યાનું આયુષ્ય ઉદયમાં આવવાની તૈયારીમાં છે.
આ રીતે મનુષ્ય માટે પણ જાણવું.
અસુરકુમારે પણ દેવાયુષ્યનું વેદન કરે છે અને ચવીને પૃથ્વીકાયમાં જવાનું હોય તે ત્યાનાં આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. વૈમાનિકો માટે પણ આજ રીતે જાણવું.
પૃથ્વીકાયિક તે ચાલુ ભવનું આયુષ્ય ભગવે છે અને મરીને પુનઃ પૃથ્વીકાયમાં જવાનું હોય તે ત્યાંના પર્યાયનું આયુષ્યકર્મ ઉદયાભિમુખે કરે છે.
મનુષ્ય પણ ગ્રહણ કરેલા ભવનું આયુષ્ય ભગવે છે અને બીજા સમયે પુનઃ ત્યાં જ જન્મવાનો હોય તે તે આયુષ્યને ઉદયાભિમુખ કરે છે. અમુક દેવ ઇચ્છા પ્રમાણે વિકુર્વણું કેમ કરી શકતો નથી?
એક અસુરકુમાર પિતાની ઈચ્છા પ્રમાણેની સુન્દર વિકુર્વણ કરે છે જ્યારે બીજો અસુર તે જ દેવાવાસમાં રહેતા હેવા છતાં પણ તેમ કરી શકતો નથી.