________________
શતક ૧૮ મું ઉદ્દેશક-૭
૪૪૯ તે સમયે રાજગૃહીમાં “મટ્ટક” નામે શ્રમણોપાસક એટલે શ્રાવક રહેતું હતું, યાવત્ જીવાદિ તત્વને સારે જ્ઞાતા અને જૈન શાસનને પરમ વફાદાર ભક્ત હતે.
તે જ સમયે પરમપાવની જ્ઞાનરૂપી ગંગામાં જીવ માત્રને પવિત્રતમ બનાવતા ભગવાન મહાવીરસ્વામી રામાનુગ્રામ વિહાર કરતાં ત્યાં પધાર્યા અને અનેકાનેક દેશોથી, દિશાઓથી જનસમૂહ પરમાત્માની વાણી સાંભળવા માટે આવ્યું. આ વાત
જ્યારે મક્ક શ્રાવકે સાંભળી ત્યારે પ્રસન્નચિત્ત થયેલે તે સ્નાનપાણી કરી વસ્ત્રાલંકાર ધારણ કરી દેવાધિદેવને વંદન-નમન કરવા સમવસરણ તરફ આવવાને માટે ઘરેથી પ્રસ્થાન કર્યું. જ્યાં પરમતાવલંબીઓ પિતાના ઘરેથી બહારના ઓટલે બેઠા હતાં, તેમની નજદીક થઈને જતાં મદ્દકને જોયા પછી તેઓ તેમની પાસે ગયા અને આ પ્રમાણે છેલ્યા કે હે દેવાનુપ્રિય શ્રાવક! તમારે ધર્માચાર્ય શ્રમણ મહાવીરસ્વામી જે અસ્તિકા માટે વાત કરે છે તે શું સાચી હોઈ શકે? જવાબમાં શ્રાવકે કહ્યું કે કેટલાક પદાર્થો અદશ્ય હોવા છતાં પણ તેમને અભાવ હેઈ શકતું નથી. જેમ પર્વતની ગુફામાં રહેલે અગ્નિ સૌને માટે અદશ્ય (અતીન્દ્રીય) છે તે પણ ધૂમાડાથી આપણે અગ્નિનું અનુમાન કરીએ છીએ. તેમ ધર્માસ્તિકાયે પોતપોતાના અનુગ્રહાદિ કાર્યોથી અનુમાનિત થાય છે એટલે કે તે પ્રત્યક્ષ (ચક્ષુગોચર) ન હોય તે પણ તેમનાં કાર્યોથી તેમના સદુભાવની સત્તા માનવામાં વાંધો આવતો નથી.
શ્રાવકે આ વાત આટલી સ્પષ્ટતાથી સમજાવવા છતાં પણ અભિગૃહીત મિથ્યાત્વના કારણે તેઓએ પિતાને આગ્રહ છોડ્યો નથી. પ્રત્યુત કહે છે કે હે શ્રાવક! તું જિનદેવને ઉપાસક