________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦
આસન્ન ભવ્યતાના પરિપાક માટે અને કેવળજ્ઞાનની આરાધનામાં સરળતા થાય તે માટે આ દસમો ઉદ્દેશે ઠંડા કલેજાથી વાંચવે, જેમાં ઘણા ચિત્ર વિચિત્ર પ્રશ્નો ઉપાદેય હોવાથી જાણવા લાયક બનશે. સેમિલ દ્વિજને ચર્ચાત્મક વિષય અને સ્વીકારેલા બાર વ્રતને વાંચવાથી વ્રતની ભાવના થશે.
પ્રાણાતિપાતાદિ પાપે કેટલા ભયંકર ફળ દેવાવાળા છે તે જાણવાનું મળશે.
અસીધારા પર ચાલતા મુનિઓ શું છેરાય છે?
વૈકિય લબ્ધિસમ્પન્ન મુનિઓને માટેના પ્રશ્નના જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ ! તલવારની કે બીજા કઈ શસ્ત્રની ધાર પર બેસવાને માટે સમર્થ છે, પણ પત્થર પર પડતાં અસ્ત્રાની ધાર જેમ બુઠ્ઠી થઈ જાય છે તેમ મુનિઓની વિક્રિય લબ્ધિના કારણે તલવારની ધાર પણ બુઠ્ઠી થઈ જાય છે, માટે તેઓ છેદાતા નથી–ભેદાતા નથી. શેષ બધી વાતે પાંચમા શતકના સાતમાં ઉદ્દેશાની જેમ પહેલા ભાગમાંથી જાણી લેવી. શું પરમાણુ વાયુકાયથી સ્પષ્ટ છે?
પરમાણુ વાયુકાયને સ્પર્શે છે કે વાયુકાય પરમાણુને સ્પર્શે છે? એટલે કે પરમાણુથી વાયુ વ્યાપ્ત છે કે વાયુથી પરમાણુ વ્યાપ્ત છે?