________________
४७४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્વાર્થ સધાય તેવા અર્થની તરફ આંખમીંચામણ કરીને શબ્દોની પકડમાં ફસાય છે અને પિતાનું અહિત કરે છે. માટે સેમિલને સ્યાદ્વાદની ભાષામાં જવાબ દેવે જોઈએ. માણસ માત્ર એક બીજાથી ઉચ્ચારેલા શબ્દોને આશય સમજે તે સંસારમાં અમૃતતત્વને પ્રાદુર્ભત થતાં સામાજિક જીવન વિષમુક્ત બનવા પામશે. સંસારમાં સામેવાળો માણસ મિથ્યાત્વ, માન, કે અવિનયની અસર તળે દબાયેલું હોવાથી તે તેવી રીતના જ શબ્દોને પ્રવેગ કરશે, એટલા માત્રથી તેની સાથે વાયુદ્ધ કે વિતંડાવાદ કરવાની આવશ્યકતા નથી. માટે પ્રત્યેક પ્રસંગ સમજુતી પૂર્વક હલ કરવાથી જીવનને આનંદ અને સંસારને સત્ય તત્વની પ્રાપ્તિ થશે.
માણસનાં આંતર જીવનમાં વસ્તુને સમજવાને અપેક્ષાવાદ નહી હોવાના કારણે સામેવાળાની સારી વાતને પણ પહેલે તબક્કે ખેતી અને પૂર્વગૃહીત માની લે છે, ફળસ્વરૂપે વિતંડા વાદથી વિતંડાવાદ, પૂર્વગ્રહથી પૂર્વગ્રહ અને છલ-પ્રપંચ કે ઝગડાની આદતમાંથી ઝગડા જ ઉભા થાય છે.
કેટલીકવાર માણસના મસ્તિષ્કમાં સ્યાદ્વાદ સમજવાની શક્તિ હોય છે, પરંતુ મસ્તિષ્ક અને હૃદય આ બંને જુદા જુદા હોવાથી જ્યાં સુધી કઈ પણ વાત હદયના અણુમાં ઉતરવા ન પામે ત્યાં સુધી મસ્તિષ્ક શક્તિઓના ગમે તેટલા વિકાસથી પણ સંવાદને જન્મ થતું નથી. કેઈક સમયે મસ્તિષ્કથી સમજેલી વસ્તુ હદય પાસે પહોંચી શકે છે અને તેને માનવા માટે હૃદયની તૈયારી પણ હોય છે. પરંતુ હદયના કોઈ ખૂણામાં અમુક વસ્તુ નીમાયા, પિતાને સત્ય મનાવવાની દાનત, બીજાને પરાસ્ત કરી દાવપેચ રમવાની પોતાની જુની આદતે, સત્તાવાદને મેહ કે પિતાને ઉત્કર્ષ બતાવવા માટેની