________________
શતક ૧૮મું ઉદ્દેશક-૧૦
૪૭૫ પૂર્વતૈયારી વગેરે કેટલાય અભિગૃહીત મિથ્યાત્વના સૈનિકોને જોર એટલે બધે જબરદસ્ત હોય છે, જેનાથી તે સ્યાદ્વાદનય-પ્રમાણ આદિ તો સમજી શકે અને બીજાને સમજાવી શકે પણ પોતાના જીવનમાં ઉતારીને-મિથ્યાત્વના તાવને ભગાડી શકવા માટે સમર્થતા આવી શકતી નથી. આ - પંડિતેના–મહાપંડિતેના જીવનની એ જ મટી કરૂણતા છે, જેના અભિશાપે સંસારને શાન્તિ–સમાધિની બક્ષીસ મળવી જોઈતી હતી તેના બદલે કલેશ–વર–
વિધ અને જબરજસ્ત વાયુદ્ધની બક્ષીસ મળવા પામી છે. માટે જ હૃદયમાં રહેલાં ગંદા તથી અમૃત નીકળતું નથી. કેમકે કઢી પીનાર માણસને દૂધપાકને ઓડકાર શી રીતે આવે ?
સ્યાદ્વાદને અર્થ સાપેક્ષવાદ-અનેકાંતવાદ છે, કેમકે ભૂતભાવી અને વર્તમાનના પર્યાની અનંતતાવાળા-દ્રવ્યને નિર્ણય જૂદી જૂદી અપેક્ષાએ કરવાનું હોય છે અને ત્રણેકાળના અનેક પર્યાયે તે દ્રવ્યમાં વિદ્યમાન છે. પૂછનાર પણ એક જ આશયથી પૂછતે નથી કેમ કે તેની જિજ્ઞાસા અનેક અને સાપેક્ષ હોય છે, તેથી જવાબદાતા સામેવાળાની વાતને બરાબર સાંભળીને, વિચારીને પછી જ તેને જવાબ દેવે જેથી બીજા વાદ-વિવાદને અવસર જ સમાપ્ત થઈ જાય. '
સ્યાદ્વાદ કોઈ ધર્મ નથી, જેનાં કારણે તેની આદિ, અનાદિને પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે. આદિનાથ-ત્રાષભદેવે પણ સ્યાદ્વાદની જ ભાષા બેલી હતી અને મહાવીર સ્વામીએ આજ ભાષાને વ્યવહાર કર્યો છે. સ્યાદ્વાદને અર્થ એ છે કે દ્રવ્યમાં અસ્તિત્વ રૂપે રહેલા પર્યાને અતિ રૂપે અને નાસ્તિત્વ રૂપે રહેલા પર્યાને નાસ્તિ રૂપે કહેવા છે. એટલે કેઈપણ પ્રસંગને