________________
તક ૧૮મું : ઉદ્દેશક-૧૦
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પરમાણુ યુગલ વાયુથી પૃષ્ટ થાય છે. વાયુકાય પરમાણુથી વ્યાપ્ત નથી, કેમકે પરમાણુ પ્રદેશ રહિત હોવાથી સૂક્ષ્મ છે અને વાયુ મહાન છે, ચાવત્ અસંખ્યાત પ્રદેશ સુધી ઉપર પ્રમાણે જાણવું. અનંત પ્રદેશ સ્કંધ યદિ વાયુથી મહાન હશે તે વ્યાપ્ત થશે.
સૂક્ષમ સ્કંધથી વાયુ વ્યાપ્ત નથી. તેવી રીતે મશકના પ્રત્યેક છિદ્રો વાયુકાયથી ભરેલા હેવાથી મશકથી વાયુકાય પૃષ્ટ નથી પણ વાયુકાયથી મશક પૃષ્ટ છે.
રત્નપ્રભા પૃથ્વીની નીચે કાળા–ધેળા, નીલા–પીળા અને દુગધ અને સુગંધ, તીખા, કડવા, કષાય, ખાટા અને મીઠા તથા કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, ઉષ્ણ, શીત, સ્નિગ્ધ અને રૂક્ષ દ્રવ્ય છે તે બધા પરસ્પર ગાઢ બંધાયેલા, સમુદાયરૂપે બંધાચેલા પરસ્પર સ્પેશીને રહેલા છે, યાવત્ સાતમી પૃથ્વી અને સિદ્ધશિલાની નીચે પણ આ પ્રમાણે જાણવા. મિલ દ્વિજની વક્તવ્યતા :
તે કાળે તે સમયે વાણિજ્ય નામે નગર હતું. દુતિ પલાશ ચૈત્ય હતું. ત્યાં મિલ નામે દ્વિજ રહેતું હતું જે શ્રીમંત, બીજાથી પરાજય ન પામે તે, યાવત્ વેદ-વેદાંતને પારગામી હતું. તેના પાંચ શિખ્યા હતાં જે અંતે વાસિત્વ ધર્મને ભજનારા હતાં.
તે સમયે ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીજી આદિ મોટી પર્ષદાપૂર્વક વિહાર કરતાં ભગવાન મહાવીરસ્વામી વાણિજ્ય ગામમાં પધાર્યા. પર્ષદા આવી. દયાસાગર પ્રભુએ ધર્મોપદેશ કર્યો. સાંભળીને ખુશ થયેલી પર્ષદાએ ભગવંતને વંદન નમન અને પર્યું પાસન કર્યું.