________________
૪૭
સતક ૧૮મું ઉદ્દેશક-૧૦ અને બીજો અર્થ અડદ ધાન્ય વિશેષ થાય છે. આમાંથી શ્રાવણ, ભાદ્રપદ, આસે, કાર્તિક, માગશર, પિષ, માઘ, ફાગુન, ચૈત્ર, વૈશાખ, જેઠ અને આષાઢ રૂપે જે બાર મહિના છે, તે શ્રમણને માટે અભક્ષ્ય છે કેમકે તે કાળ માસ છે.
નોંધ:-આજે કાર્તિક સુદિ ૧ થી નવા વર્ષને પ્રારંભ થાય છે. તેમ સંભવ છે કે મહાવીરસ્વામીના સમયમાં શ્રાવણ મહિનાથી મહિનાઓની ગણત્રી થઈ હોવી જોઇએ. અન્યથા કાર્તિકને આદિ ન કહેતા શ્રાવણથી મહિના શા માટે ગણ્યા ? તથા જે દ્રવ્ય માલ છે તે બે પ્રકારે છે. (૧) અર્થ માણ ( ૨ ) ધાન્ય ભાષ. તેમાં અર્થ માગ પણ સુવર્ણ અને રજત રૂપે બે પ્રકારે છે, અહીં માષ એટલે માપ સમજ જે ૮ રતિને એક માણ થાય છે. તે બંને પ્રકારના સુવર્ણ અને ચાંદી રૂપ માષ જૈન સાધુને સર્વથા અભક્ષ્ય છે. જ્યારે ધાન્ય માલ અડદ છે તે ભક્ષ્ય છે. તેમાં પણ જે અચિત હય, એષણીય હોય અને યાચનાથી મળ્યા હોય તે જ ભક્ષ્ય છે, બીજા નહી. શું કુલત્યાં ભક્ય છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે “બ્રાહ્મણ શાસ્ત્રોમાં તેના બે અર્થ છે (૧) કુલસ્થા-કુલીના સ્ત્રી (૨) કળથી ધાન્ય વિશેષ. કુલીન સ્ત્રી પણ ત્રણ પ્રકારે છે. કુલ કન્યા, કુલ વધૂ અને કુલ માતા, એટલે કે ઈપણ ખાનદાનમાં જન્મેલી કન્યા, સધવા અને માતા (વૃદ્ધ-વિધવા-આદિ સ્ત્રી) આ ત્રણે પ્રકારની અને ઉપલક્ષણથી કેઈપણ સ્ત્રી–ચિહ્ન ધરાવવા નારી-સ્ત્રી તથા લાકડી–મારી આદિની બનેલી પુતળી, કાગળમાં ચિત્રકારે ચિતરેલી સ્ત્રી આ બધી સ્ત્રીઓ જૈન શ્રમણને માટે અભક્ષ્ય એટલે અસ્પૃશ્ય, અચિન્તનીય, અમનનીય અને અવ્યવહરણય