________________
શતક ૧૮ મું ઉદ્દેશક-૭
४४७ કરે છે. ગુરૂએના મુખેથી અરિહંતની વાણી સાંભળી પિતાની જાતને ધન્ય બનાવે છે અને ફરીથી દાન-શિયળ–તપ અને સારા ભાવ વડે ધર્મની આરાધના કરી રહ્યાં છે–કરાવી રહ્યાં છે અને કરવાવાળાઓને સહાયક પણ બને છે. મંદિર, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, ઉપધાને આદિ કાર્યોમાં આગળ પડતો ભાગ લે છે.
જ્યારે પાપાનુબંધી પુણ્યના માલિકો પાસે ઘણું છે છતાં તેમનાં ઓટલે જ મુનિરાજોને પણ ખાલી હાથે જવું પડે છે ઉપરાંત સરસ્વતી પણ સાંભળવી પડે છે. આ બધું જોયા પછી આવતા ભવમાં આનંધ્યાન કરવું ન પડે તેટલા પ્રમાણમાં ધર્મધ્યાનની બેંક મજબુત કરી લેવી જોઈએ.
નારકોને મહાભયંકર પાપોદય હોવાથી બાહ્ય ઉપધિને અભાવ હોય છે. માટે કર્મોપધિ અને શરીરે પધિ જ શેષ છે. એકેન્દ્રિયોને નાકની જેમ સમજવા. શેષ દંડકોને ત્રણે પ્રકારની ઉપધિ જાણવી.
બીજા પ્રકારે એટલે સચિત, અચિત અને મિશ્રરૂપે ઉપધિ ત્રણ પ્રકારે છે. નારકને ત્રણે ઉપધિ કહી છે. જેમકે તેમનું શરીર સચિત ઉપધિ છે. જન્મ સ્થાન અચિત છે અને શ્વાસધાસ મિત્ર છે કેમકે શરીર સચિત છે અને શ્વાસે શ્વાસ પૌગલિક હેવાથી જડ છે. આ પ્રમાણે ૨૪ દંડક માટે જાણવું.
પરિગ્રહ પણ ત્રણ પ્રકારે છે. કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ. પ્રણિધાન કેટલા પ્રકારે છે?
ભગવંતે કહ્યું કે મન-વચન અને કાયરૂપે પ્રણિધાનના ત્રણ પ્રકાર છે.