________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
૪૫૮
એકેય દ્વાર તમારે અંધ ન હોવાથી તમારૂં આખુએ જીવન પાપાના ઉપાર્જન કરવામાં જ પસાર થાય છે. આ કારણે એકાંતમાળ તમે જ છે! અમે જૈન મુનિએ નથી, કારણ ઉપરની એકેય વાત અમે સેવતા નથી, માટે પાપેાના દ્વાર જેમને જ્ઞાનપૂર્વક અધ કર્યાં હેાય તે પતિ કહેવાય છે. તમે તેવા નથી માટે ખાળ છે !
આ પ્રમાણે ગૌતમસ્વામીએ તે અન્ય યૂથિકોને સવ થા નિરૂતર કર્યાં અને ભગવંત પાસે આવી, ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન—નમન કર્યાં ત્યારે ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે સારૂ કર્યું. તેમને સત્ય કહ્યું. કેમ કે મારા ઘણા શિષ્ય છદ્મસ્થ હાવાથી અન્ય યુથિકાને તમારી જેમ નિરૂતર કરી શકતા નથી માટે ગૌતમ! તે સારૂ કર્યું.
છદ્મસ્થ શું પરમાણુને જાણે છે?
જવાખમાં ભગવંતે કહ્યું કે, કેટલાક છદ્મસ્થા પુદ્ગલ પરમાણુને જાણે છે પણ જોઇ શકતા નથી. કેટલાક એ જાણતા પણ નથી અને જોતા પણ નથી, કેમકે શ્રુતજ્ઞાની હાય અને ઉપયેાગી હાય તેએ શાસ્ત્રજ્ઞાનથી પુદ્ગલ પરમાણુને જાણે છે પણ પ્રત્યક્ષ કરી શકતા નથી. તે પછી જ્ઞાન અને ઉપયેગ વિનાના છદ્મસ્થા માટે અવકાશ કયાંથી રહે? દ્વિપ્રદેશિકથી લઇને અસંખ્યાત પ્રદેશી સ્કંધને માટે પણ જાણવું. સારાંશ તેવા અસંખ્યાત પ્રદેશી સ્કા પણ પ્રત્યક્ષ થતાં નથી.
અનંત પ્રદેશી સ્કાને માટે ભગવંતે કહ્યું કેઃ - (૧) અવધિજ્ઞાની છદ્મસ્થ સ્પર્શાદિથી સ્ક ́ધને જાણે છે અને નેત્રથી દેખે છે.