________________
૪૫ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પર્યાદાને ભગવંતે ધર્મ કહ્યો અને ખુશ ખુશ થયેલી પર્વદા પિતા પોતાના સ્થાને ગઈ.
ત્યાર પછી ભગવંતને વંદન-નમન કરી ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! મદ્રક શ્રાવક શું આપશ્રીની પાસે મહાવ્રતધારી બનશે? ભગવંતે “ના” ફરમાવતાં કહ્યું કે તે શ્રાવક દેશ વિરતિ ધર્મને આરાધતે કાળ કરી સ્વર્ગે જશે અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ દીક્ષા અંગીકાર કરી સિદ્ધ બુદ્ધ યાવત્ નિર્વાણ પામશે.
મહર્દિક દેવેની વિફર્વણા માટેની વિશેષતાઃ
હે પ્રભો ! મહદ્ધિક કોઈ દેવ પિતાના જ શરીરમાંથી હજાર પુરુષની વિકુર્વણા કરી તેમની સાથે સંગ્રામ કરવા સમર્થ છે? જવાબમાં ભગવંતે ‘હા’ કહી છે.
જે દેવે પિતાના હજારો શરીરને વિકુંવ્યા છે તે બધાઓમાં જીવ એક જ છે કે જુદા જુદા આવે છે?
જવાબમાં કહેવાયું કે હજારે શરીરેમાં જીવ એક જ છે જે બધાએ શરીર સાથે સંબંધિત છે.
વિવિંત હજારે શરીરમાં જે અંતર (અંતરાલ) છે તે શું એક જ જીવના સંબંધમય છે કે અનેક જીના સંબંધવાળું છે?
જવાબમાં કહેવાયું કે જે જીવન વિકુર્વેલા હજારે શરીરે છે તેને અંતરાલ પણ તે જ જીવ સાથે સંબંધિત છે. -
વચમાં રહેલા અંતરાલમાં કોઈ જીવ હાથ વડે, પગવડે કે શસ્ત્ર વડે દુઃખ ઉપજાવી શકે છે?