________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૭
૪૫૧ યદિ પ્રત્યક્ષ દેખાતા પદાર્થોના અસ્તિત્વને જ સત્ય માનીએ તે વાયુ અને દેવેને અભાવ પણ માન્યા વિના છુટકારો નથી. તેમ છતાં પણ તમે પિતે વાયુને, કાષ્ટગત અગ્નિને, સમુદ્રના પેલે પાર રહેલા પદાર્થોને કે દેવકને દ્રવ્યને અભાવ માનવા તૈયાર નથી તે પછી ધર્માસ્તિ કાયાદિ ઘણુ પદાર્થો એવા છે કે જે આપણે જેવા છદ્મસ્થાને માટે સર્વથા અદશ્ય છે. છતાં પણ તેના કાર્યોથી તેમને સદ્ભાવ માને પડે છે.
ઉપર્યુક્ત પ્રમાણે અન્ય યૂથિને નિરૂત્તર કરી મદ્રક શ્રાવક ભગવાનના સમવસરણમાં આવ્યા અને વંદન-નમન તથા પર્ય પાસના કરીને એકાગ્રચિત્તે ઉભા રહેલા શ્રાવકને દેવાધિદેવે કહ્યું કે હે શ્રમણોપાસક! તમે આજે ઘણું સારું કર્યું, અન્ય યુથિકને તમે જે કહ્યું તે બરાબર કર્યું છેસર્વથા સત્ય કહ્યું છે.
ધર્માસ્તિ કાયાદિ અદશ્ય હોવાથી યદિ તમે તેમને કહ્યું હોત કે “હું” તે અસ્તિકાને જોઉં છું તે અથવા સંસારના ઘણા પદાર્થો, હેતુઓ, પ્રશ્નો અને ઉત્તરે છદ્મસ્થને અજ્ઞાત હેવા છતાં, અદષ્ટ હોવા છતાં પણ એમ કહે કે હું તેમને જાણું છું, જોઉં છું તે તે છદ્મસ્થ અરિહંતની અને તેમના પ્રરૂપેલા ધર્મની આશાતના કરનારે બને છે. તને ન જાણવા છતાં પણ શ્રોતાઓની આગળ એમ કહે કે હું તે તને જાણું છું તે તે કહેનારે કેવળી ભગવંતેની આશાતના કરે છે. માટે હે શ્રાવક! તમે ઠીક કર્યું. તેમને સારી રીતે જવાબ આપે છે.
ભગવંતની વાણી સાંભળીને હષ્ટ-તુષ્ટ અને પુષ્ટ થયેલ શ્રાવક નમન-વંદન કરી પોતાના ઉચિત સ્થાને બેસી ગયે.