________________
૪૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ નક્કી કરેલાં આલંબનમાં એકાગ્રતા ધારવી તે પ્રણિઘાત છે. નારક, અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર સુધી જીવેને ત્રણે પ્રકારનું પ્રણિધાન જાણવું-સ્થાવરને કાયપ્રણિધાન, વિકલેન્દ્રિયાને વચન અને કાય. શેને ત્રણે જાણવા.
દુપ્રણિધાન પણ એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિયોને ક્રમશઃ એક બે અને શેષ જીવેને ત્રણ પ્રકારના છે. | સુપ્રણિધાન, મનુષ્યને ત્રણે પ્રકારે જાણવું. શેષ ૨૩ દંડકેને સુપ્રણિધાન ન હોવાનું કારણ આપતા કહેવાયું છે કે સર્વવિરતિ અને દેશવિરતિ મનુષ્યને હવાથી ચારિત્ર છે. ચારિત્રારાધન છે. તે કારણે મન શુદ્ધિ હોવાથી સુપ્રણિધાનને સદ્ભાવ છે. મક શ્રાવક સંબંધી વક્તવ્યતા અને ચર્ચા
તે કાળ અને તે સમયમાં રાજગૃહી નામની નગરી હતી, ગુણશિલક નામે ચૈત્ય હતું, તેનાથી વધારે દૂર નહીં અને નજદીક નહીં એવા સ્થાને અન્ય યુથિક એટલે બીજા દર્શનને માનનારા પરિવ્રાજક વગેરે રહેતા હતાં, જેઓ પરસ્પર આ પ્રમાણેની ચર્ચા કરતાં હતાં કે “કેવળજ્ઞાન પામેલા મહાવીરસ્વામી પંચાસ્તિકાયની જે પ્રરૂપણ કરે છે તેને આપણે શી રીતે સાચી માની શકીએ? આ બધી વાત સાતમાં શતકના દશમાં ઉદ્દેશાની જેમ જાણવી. તે આ પ્રમાણે -પંચાસ્તિકાયમાંથી ત્રણને અચેતન અને અરૂપી માને છે ત્થા જીવને સચેતન અને પુદ્ગલને રૂપી માને છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય કેઈને પણ આંખે દેખાતા પદાર્થો નથી માટે તે રૂપી છે? અરૂપી છે? આ બધી વાતે સુસંગત શી રીતે થાય?