________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૭
યક્ષાવેશમાં કેવળી શું મૃષાભાષા બોલે?
રાજગૃહી નગરીમાં સમવસરણસ્થ ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! બીજા મતવાળાઓને એમ કહેતા સાંભળ્યા છે કે “કેવળીના શરીરમાં યક્ષને આવેશ થતાં મૃષા અને સત્યામૃષા નામની બે ભાષા પણ બોલે છે.” મતલબ કે કેવળજ્ઞાન થયા પછી કેવળીના શરીરમાં યક્ષ (દેવ વિશેષ) પ્રવેશ કરે છે ત્યારે યક્ષના કારણે કેવળી પણ મૃષા એટલે જૂઠી ભાષા અને સત્યામૃષા એટલે સાચી ખોટી વાતે પણ કરે છે. તે તે લેકોનું ઉપર પ્રમાણેનું બોલવું શું વ્યાજબી છે? અર્થાત્ તેઓ જે કહે છે તે સાચું છે? આમાં સત્યાર્થ શું છે? તે આપશ્રી શ્રીમુખે ફરમાવે.
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તેઓનું આ કથન સત્ય નથી. કેમકે કેવળી ભગવંતને કેઈ કાળે પણ યક્ષ, ભૂત કે પ્રેત સતાવી શકતું નથી માટે હે ગૌતમ! કેવળીઓ હરહાલતમાં પણ મૃષા કે સત્યામૃષા ભાષા બોલતા નથી. પણ સત્યાભાષા અને અસત્યામૃષા ભાષા જ બેલનારા છે.
નોંધ: “સતિ ાર # તિઃ” આ ન્યાયે કારણેની વિદ્યમાનતા હોય ત્યારે જ કાર્યોત્પતિ થાય છે. જૂઠી ભાષા કે કાંઈક સાચી અને કાંઈક જૂઠી ભાષા બોલવામાં મૂળ કારણ મોહનીયકર્મ કામ કરે છે. કેવળીઓનું મેહકર્મ સમૂળ ખાખ થઈ ગયેલું હોય છે એટલે કે મેહકર્મના સંપૂર્ણ મૂળીયા મૂળમાંથી ઉખડી ગયા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.