________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૬ ગળ આદિમાં વર્ણાદિક કેટલા?
સૂત્રમાં ફાણિત શબ્દ છે જેનો અર્થ નરમ ગેળ થાય છે. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! ગેળ પદાર્થમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલાં હોય છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! આ પ્રશ્નને નિર્ણય નિશ્ચય અને વ્યવહાર નથી કરવાનું રહેશે કેમકે પદાર્થમાત્રનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે બે દષ્ટિએ છે. જેના માધ્યમથી પદાર્થને નિર્ણય સત્યાર્થ બની શકે છે.
પ્રમાણુના એક દેશને નય કહેવાય છે.
પદાર્થમાં એક જ ધર્મ (પર્યાય) રહેતું નથી પણ અનંત ધમે વિદ્યમાન હોય છે. તેમાંથી કેટલાક ધર્મો અસ્તિત્વ (વિદ્યમાનતા રૂપે) અને કેટલાક નાસ્તિત્વરૂપે (અવિદ્યમાનરૂપે) રહેલા હોય છે. જ્ઞાયક કેટલાક પર્યાને જ્યારે અસ્તિત્વરૂપે નિર્ણય કરવા માંગે છે ત્યારે તેમાં શંકા પડે અથવા બીજારૂપે તે પદાર્થને નિર્ણય કરવા ઈચ્છે ત્યારે તે પદાર્થ માં નાસ્તિત્વ રૂપે રહેલા ધર્મો પણ તે જાણવા માંગે છે. કેમકે નાસ્તિત્વ રૂપથી ધર્મોને જાણ્યા પછી જ પિતાના ઈષ્ટ પર્યાયને નિર્ણય કરવામાં સરળતા રહે છે.
વ્યવહાર દષ્ટિને સમાપ્ત કરીને કેવળ નિશ્ચય દષ્ટિથી સત્યાર્થ મળતું નથી તેમ નિશ્ચય તરફ સર્વથા આંખ બંધ કરીને વ્યવહાર માત્રથી કે આંખે દેખાવા માત્રથી કરેલે નિર્ણય