________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહું ભા. ૩
જવાબમાં ભગવતે કહ્યું કે અસુરકુમારો માયામિથ્યાદૃષ્ટિ સમ્પન્ન અને અમાયી સભ્યષ્ટિ સમ્પન્ન એમ બે જાતના છે. આમાંથી પહેલા નંબરના આસુરદેવાનુ પુણ્યક ધણુ આછુ હાવાથી હજાર પ્રયત્ન કરવા છતાં પણ સારામાં સારા રૂપની વિકૃ ણા કરી શકવાને માટે સમથ થતા નથી. બીજાના દેખાદેખી સારૂં' કરવા જાય છે તે પણ વિષુણામાં કાંય વક્રતા-કચાંય કરૂપતા આવ્યા વિના રહેતી નથી. વ્યવહારમાં પણ આપણે જોઇએ છીએ કે એક માણસ સારી રીતે ધોતીયું પહેરવા માટે અને વટદાર પાટલી કરવા માટે ઘણા સમય બગાડે છે તેાયે પહેરેલું ધેાતીયું ભરવાડ જેવુ' જ લાગશે. એકની આંખે ચશ્મા એવા ફીટ થાય છે કે બીજાને જોવા ગમે છે ત્યારે ખીજા માણસના ચહેરા જ એવા છે કે ચશ્માની ફ્રેમ ગમે તેવી કિંમતી હશે તાયે તે શાભતી નથી. પ્રભુત કદરૂપી લાગશે અને બીજાએ પરાક્ષમાં પણ હસ્યા વિના તે ન જ રહે.
૪૩૮
જ્યારે સમ્યગ્દષ્ટિ દેવ ઇચ્છા પ્રમાણે વિધ્રુણા કરી સત્ર શાભનીય બને છે.
નાંધ : જેમના આન્તજીવન કષાયી, વિષયી અને સંસારની માયામાં ગળાડૂબ હેાય છે, તેએ સારૂ કરવા ઇચ્છે છે છતાં તેમના હાથે વિવાહની વરસી થયા વિના રહેતી નથી, ભલું કરવા જતાં વૈર બંધાય છે, કેમકે તેમનાં રમેશમમાં પાપ છે. પાપ ભાવનાઓ છે, સ્વા છે અને માયામિથ્યાત્વ છે માટે સારૂ વિચારવા છતાં પણુ સારૂ કરી શકતા નથી. જશ લેવા જતાં પણ અપજશ મળે છે. ભલું કરવા જશે પણ ભાગ્યમાં ભૂંડાઈ જ શેષ રહેશે. કારણ એ છે કે આન્તજીવન જેવા રંગમાં રંગાયેલું હશે તેમના સસાર વ્યવહાર પણ