________________
શતક ૧૮ મુ' : ઉદ્દેશક-૫
૪૩૯
તેવા જ બનશે. જ્યારે સંસારમાં રહેવા છતાં ભદ્રિક, સરળ અને પવિત્ર ભાવને માણસ થાડું કરશે પણ જશ ઘણું મેળ વશે અને ઇચ્છાથી પણ વધારે પેાતાના સંસારમાં સુખ-શાંતિ અને સમાધિ મેળવશે.
જ
માયામિથ્યાત્વનું સેવન કરતાં જેએ અસુરકુમાર દેવ થયા છે તેમના આત્માની વાસના પણ તેમની સાથે જ ગયેલી હાવાથી દેવલાકમાં સરસતાને મેળવી શકતા નથી. આ કારણે જ જૈના ચાર્યાં કહે છે, ઢોલ વગાડીને કહે છે કે-હે માનવા ! તમે તમારા જીવનમાં ક્ષુદ્રતા, વક્રતા, પાપશીલતા, સ્વાર્થાં ધતા અને ઉદરભરતાને કોઈ કાળે કેળવશેા નહીં. અન્યથા દેવ જેવા અવતારમાં ગયા પછી પણ તમારૂ આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાન તમારા પાલવ છેડે તેમ નથી. એટલે કે આવા પ્રકારની દેવગતિ પાપનુ` કારણુ બનશે. માટે મનુષ્યજીવન જે જકશન જેવું છે તેને કોઈ કાળે બગાડશેા નહીં. જેથી તે પછીના ૫-૨૫ સેંકડો-હજારા-લાખો-કરોડો ભવ બગડવા ન પામે.
શતક ૧૮ ના ઉદ્દેશા પાંચમે પૂ.