________________
શતક ૧૮મું: ઉદ્દેશક-૬
૪૪૧ પણ સત્ય હોઈ શકતું નથી. કેમકે આંખ પદગલિક હોવાથી તેની શક્તિ મર્યાદિત હોય છે.
પ્રશ્નના જવાબમાં સ્યાદ્વાદી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે નિશ્ચયદષ્ટિએ ગેળમાં પાંચ વર્ણ, બે ગંધ-પાંચ રસ અને બાદર સ્કંધ હોવાથી આઠે સ્પર્શ હોય છે. કેમકે સંસાર ભરને એકેય સ્કંધ કે પરમાણુ વર્ણ –ગંધ-રસ અને સ્પર્શ વિનાને હેતે નથી. આપણી આંખ કમજોર હોય, મતિજ્ઞાનાવરણીય કર્મની તીવ્રતા હોય અથવા આંખમાં રોગ હોય તે ગોળમાં રહેલા પાંચ વર્ણ ન દેખાય. તે રીતે જીભ, નાક કે સ્પર્શેન્દ્રિમાં તે ઇન્દ્રિયાવરણ કર્મો જોરદાર હોય તે પણ પદાર્થમાં રહેલા રસ આદિના નિર્ણયમાં માણસ માત્ર ભૂલ ખાઈ જાય છે તેથી તે દ્રવ્યમાં રહેલા વર્ણાદિને અભાવ હેતો નથી.
હવે કેવળ વ્યવહારનયથી તે ગેળ જોવા જઈએ તે બીજા વર્ણાદિ રહેવા છતાં પણ તેના પ્રત્યે ઉપેક્ષા અથવા તે સમય પૂરતી જાણવાની ઈચ્છા ન હોવાથી જ્ઞાયક કેવળ એટલું જ જાણવા માંગે છે કે ગળ શું મીઠો છે? ત્યારે વ્યવહારનયથી કહેવાશે ‘હા’ ગોળ મીઠે છે. એને અર્થ એ નથી કે ગેળમાં કેવળ મીઠો રસ જ હોય છે? પણ વ્યવહારનયથી મર્યાદા એટલી જ છે કે અનંત પર્યાને ગૌણ કરી કેવળ તેમાં મીઠે રસ છે કે નહીં ? આટલી જ જાણવાની ઈચ્છા તે જ્ઞાયકમાં છે.
ભ્રમર-ચતુરિન્દ્રિય છે અને વ્યવહારનયે કાળા રંગનો છે જ્યારે નિશ્ચયનયે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળે છે.